SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ કસ *સ સેામવશા યદુકુળના સાત્વતના પુત્ર અંધકના વંશમાં જન્મેલા મથુરાના ઉગ્રસેન રાજાના નવ પુત્રામાંના મેટા. એ કાળનેમિ નામના અસુરના અશથી જન્મ્યા હતા. ઉગ્રસેનની સ્ત્રી પવનરેખા એક દિવસ પાતાની સાહેલીઓ સાથે વવિહાર કરવા ગઈ હતી. ત્યાં તેમનાથી છૂટી પડી એકલી ઝાડની ઘટામાં ચાલી ગઈ. એવામાં કાઈ દ્રમણિક રાક્ષસે ઉગ્રસેન રૂપે આવીને ભેગવવાથી એને ગર્ભ રહ્યો તે કંસ, એ સ્વભાવત; દુષ્ટબુદ્ધિના હતા. નાના હતા ત્યારથી જ એણે પ્રજાને ઉપદ્રવ કરવા માંડયો. છેકરાંને પકડીને વનમાં લઈ જઈ મારી નાંખતા, અને પહાડની ખેામાં પૂરી આવતા. પ્રજામાં જ્યારે બહુ ગભરાટ થયા ત્યારે રાજ્યને કાને વાત આવતાં એમણે ક ંસને બહુ સમજાવ્યા પણ વ્ય. માત્ર આઠ વર્ષોંની વયે એકલા મગધ ગયા અને જરાસ ધની જોડે કુસ્તી કરી એને જીત્યા. જરાસરૂંધે જોયુ` કે આ મારાથી જિતાય એવા નથી અને તે કામતા છે. સબબ એને પેાતાની એ દીકરી—અસ્તિ અને પ્રાપ્તિ—પરણાવી પોતાના સબંધી કર્યા. એ પ્રથમ કાંઈક અંશે સારાયે હતેા. પેાતાના કાકા દેવક રાજાની દીકરી દેવકીને એણે પાળીને મેટી કરી હતી. અનેા વિવાહ વસુદેવ યાદવ સાથે માટા સમાર'ભથી કર્યો. વરકન્યા વળાવતી વખતે પોતે એટલુ સૌજન્ય અને વહાલ બતાવ્યું કે તેમના રથના સારથિ થઈને બેઠા. એ પ્રમાણે કન્યાને સાસરે વળાવવા જતાં મા માં દેવવાણી થઈ કે હું કંસ ! આ દેવકીના આઠમેા ગર્ભ તને મારશે !' તે ઉપરથી એની વૃત્તિ બદલાઈ ગઈ. તત્કાળ એણે ખડ્ગ કાઢયુ અને દેવકીને મારી નાંખવા ધાર્યું. પણ વસુદેવ વચ્ચે પડથા અને કહ્યું કે આવા સમારંભમાં આમ કરવું તને ઘટતું નથી. તારી પાળેલી બહેન, સ્ત્રી અતિ એને મારવી ચે।ગ્ય નથી. એ કાંઈ તારી શત્રુ નથી. એનાં જે જે સંતાન થશે તે હું તને આણી આપતા જઈશ. આથી એ કાંઈક શાંત થયે, દેવકીને મારવી મૂકી, અને સમારભ પૂરા કર્યા. Jain Education International ૧૨૪ કસ ઘેાડી જ વારે એના મનમાં આવ્યું કે વસુદેવ સત્યવચની તા છે, પણ પુત્રલેાભ મેૉટા કઠણ છે. મને એનાં કરાં આણી આપશે કે નહિ એના ભરસાશે ? માટે અને અને દેવકીને મારી નજર આગળ કેદમાં રાખવાં એ ઠીક છે, પછી ઉગ્રસેન આ વાત માને ન માને માટે પ્રથમ તેા ઉગ્રસેનને જ ગાદી ઉપરથી ઉઠાડી મૂકી નજરકેદ કર્યા. પછી વસુદેવ-દેવકીને પેાતાની ઇચ્છા પ્રમાણે પેાતાની સમીપ આણી પ્રતિબધમાં રાખ્યાં. આમ પ્રતિબધમાં રહેતાં હતાં તેવામાં દેવકીને પ્રથમ પ્રસવમાં પુત્ર થયેા. પેાતે આપેલા વચન પ્રમાણે વસુદેવે એ પુત્ર કૌંસને આણી આપ્યા. એના મનમાં પ્રથમ તેા આવ્યુ` કે એને મારવા નહિ, પણુ વળી મન ફરી જતાં એને મારી નાખ્યા. આ પ્રમાણે એણે દેવકીના છ પુત્રોને મારી નાખ્યા. દેવકી સાતમી વાર ગર્ભિણી થઈ. દેવમાયાએ દેવકીના ઉદરમાંથી આ ગર્ભને લઈને વસુદેવની સ્ત્રી રાહિણી ગાકુળમાં રહેતી હતી તેના ઉદરમાં મૂકયા. રાહિણી ગર્ભિણી થઈ. આ સાતમો ગર્ભ ગળી ગયે જાણીને ક ંસે આઠમા ગર્ભને માટે અતિશય ચેાકસી રાખવા માંડી. છતાં આઠમું બાળક જન્મ્યું" અને વસુદેવે એને સુરક્ષિત ગાકુળમાં નંદને ધેર પહેાંચડાવ્યું. અને ત્યાં થયેલી કન્યા બંદીશાળામાં [આણી. કન્યાના રડવાથી કસને ખબર થઈ કે દેવકીને બાળક પ્રસવ્યું. તેવા જ એ બંદીખાના તરફ ધાયા અને દેવકી પાસેથી કન્યાને લઈ લીધી. દેવકીની આ પુત્રી છે, એ તને શુ કરી શકશે એવી દાનવાણી કાને ધૈર્યા વગર, તેને પથ્થર સાથે પછાડી. પણ કન્યા એના હાથમાંથી છૂટી આકાશમાં અદૃશ્ય થઈ ગઈ. આ પ્રમાણે સાતમા અને આઠમે બન્ને ગ બલરામ અને કૃષ્ણ રૂપે ગાળમાં ઊછરવા લાગ્યા. આગળ જતાં જ્યારે સને માલૂમ પડ્યું કે દેવકીના બે પુત્ર ગાકુળમાં ઊછરે છે, ત્યારે એ અજાયબ થયા એ શી રીતે બન્યું ? એના મનમાં આવ્યું કે ઈશ્વરી લીલા અગાધ છે, પણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy