SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ એકપર્ણા એકપર્ણા હિમવાનને મેનાથી થયેલી ત્રણમાંની બીજી કન્યા. અપર્ણા અને પર્ણાની બહેન. એ અસિત ઋષિની સ્ત્રી હતી. એકપત ઈન્દ્રપ્રસ્થથી માગધપુર જતાં રસ્તામાં આવતે પર્વતવિશેષ / ભાર॰ સ૦ ૨૦–૨૭, એકપાદા સીતાના સંરક્ષણ સારુ મૂકેલી રાક્ષસીમાંનો એક / ભાર૰ વન॰ અ૦ ૨૮૦, એકલ શ્રીકૃષ્ણ અને કાલિંદીને પુત્ર/ ભાગ૦૧૦ ૬૧–૧૪. એક્લવ્ય હિરણ્યવેત્તુક નામના નિષાદાધિપતિને પુત્ર. ધૃતરાષ્ટ્ર અને પાંડુ પુત્રાને ધનુર્વેદ શીખવવા સારુ ભીષ્મે દ્રોણાચાર્યને નીમ્યા હતા અને તેમને પેાતાની જ પાસે હસ્તિનાપુરમાં રાખ્યા હતા. પાંડવે અને કૌરવ! એમની આગળ પેાતાને અભ્યાસ કરતા હતા, એ વાત દેશદેશમાં ફેલાવાથી ઘણા રાજપુત્રો દ્રાણુાચાર્ય પાસે આવીને અભ્યાસ કરવા લાગ્યા. આ સાંભળીને એકલવ્ય પણ ત્યાં આવ્યા અને પ્રાર્થના કરી કે મને શિષ્ય તરીકે સ્વીકારી વિદ્યાદાન આપે. પણ આચાયે એના અંગીકાર કર્યા નહિ. તેથી એણે આચાર્યની પાસે તેમની પાદુકા માંગી, અને છેક જ વિમુખ કાઢવે! નહિ, ધારી એમણે એને પાદુકા આપી. એણે પેાતાને ઘેર આવી ભક્તિપુરઃસર આચાયૅની માટીની મૂતિ કરી. એની આગળ પોતે આણેલી પાદુકા મૂકી, તેની રાજ નિયમપૂર્વક પૂજા કરી, પેાતાનાં ધનુષ્ય બાણ લઈ મૂર્તિ સામે ઊભા રહી, હું આમ જ બાણુ છેાડુ` કે નહિ, એમ ગુરુને પૂછતા હૈય તેમ મનમાં પ્રશ્ન પૂછી, પાછા પોતે ને તે મનમાં હ્રા હા એમ જ છેડ, એવા ઉત્તર પણ કરતા. આમ પેતે જાતે જ અભ્યાસ કરતાં વિમેાક્ષ, આદાન, સંધાન વગેરે ધનુવિદ્યામાં પ્રવીણ થઈ ગયા. અહી કોરવા, પાંડવા તેમજ બીજા રાજપુત્રો ધનુવિદ્યામાં પ્રવીણું થઈ ગયા હતા. તેઓ એક સમય મૃગયા સારુ ગયા હતા. તે મૃગની પાછળ પડચા હતા, પણ તેમના શિકારી કૂતરા રસ્તા ભૂલી પાછળ રહી ગયા હતા. તે એકલવ્યની પાસે આવી ૧૦૦ Jain Education International એકલવ્ય ચઢયે. સુંદર પેશાકવાળા રાજપુત્રને રાજ ોનારે કૂતરા વિચિત્ર વૈષવાળા એકલવ્યને જોઈને ભસવા લાગ્યા. એનું ભસતાં પહેાળુ માં જોઈને એકલવ્યે નાનાં નાનાં બાણુની ઝૂડી ધનુષ્ય પર ચઢાવી એવી આબાદ મારી કે એના પહેાળા મેાંમાં પેસી ગઈ! કૂતરાથી ન ભસાય કે ન માં બિડાય એવું કરી દીધુ. ધૃતરા ત્યાંથી નાઠા રાજપુત્રો હતા ત્યાં ગયેા. રાજપુત્રોએ અને દીઠા અને એના મેાંમાં સજ્જડ બેસાડેલી નાનાં નાનાં બાણુની ઝૂડી પણુ દીઠી. એ જોઈને એમને ધણું આશ્ચર્ય થયું કે આ કરનાર કાઈ જબરા ધનુર હૈાવા જોઇએ. આવા અરણ્યમાં કાણુ આવે! ધનુર્ધર હશે! તેની શેાધ કરતાં કરતાં એએ જતા હતા. એટલામાં હાથમાં ધનુષ્યબાણ સહિત એકલવ્યને તેમણે દીઠે, આ માણસ કૂતરાનામાંમાં બાણુ મારનાર હશે એમ ધારી તેએ ઊભા રહ્યા. રાજકુમારામાંથી એકે આગળ પડીને એકલવ્યને પૂછ્યુ કે તુ કાણુ છે? અને કાના શિષ્ય છે ? એણે ક્યું કે હું... નિષાદપતિ હિરણ્યધેનુકને પુત્ર, અને દ્રોણાચાર્યના શિષ્ય છું. બધાના મનમાં આથી વિષાદ ઉત્પન્ન થયા અને ઘેર આવ્યા. આચાર્યને કહ્યું કે આપે અમને ન જાણવા દઈને ગુપ્તપણે એક નિષાદને આટલા બધા પ્રવીણ કર્યો એ શું? દ્રોણાચાર્ય ને એ કાણુ હશે, એ કાંઈ ધ્યાનમાં આવ્યું નહિ. પછી એ કાણુ છે એ જોવાને રાજપુત્રાને સાથે લઈને પોતે હસ્તિનાપુરથ. અરણ્યમાં ગયા, દ્રોણાચાર્યને જોતાં જ એકલવ્યે એમને દંડવત્ પ્રણામ કર્યા; અને હાથ જોડી એમની આગળ ઊભો રહ્યો. દ્રોણાચાયે એની અવિદ્યાની પરીક્ષા કર્યા ઉપરથી એ ઘણા જ ઉત્કૃષ્ટ રીતે પ્રવીણ છે એ જોઈને પૂછ્યું, તુ મારી પાસેથી શી રીતે વિદ્યા ભણ્યા ? એકલવ્યે પૂર્વ વૃત્તાંત કહી સંભળાવ્યુ. એ સાંભળીને રાજપુત્રાને સંશય દૂર થયા; અને એકલવ્યની ભાવના અને આચાર્યના પુણ્યપ્રભાવ નિહાળીને એમને પરમ આશ્ચય થયું. બધા માંામાંહે વાર્તાલાપ કરતા હતા ત્યાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy