SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International For Private & Personal Use Of વળી તેમનાં બાનો વારસો છે જેમને હાલ ૯૧ વર્ષે ઉપરનું ઉપરાંત ઘણું મુખપાઠ છે, રોજ કલાકો સુધી સ્થિરતાપૂર્વક પલાંઠી વાળીને સામાયિક દરમ્યાન ૩ પાઠ આત્મસિધ્ધિ, માળા અનેકવાર કરે છે. સ્થાનકવાસી જૈન હોવા છતાં બચપણથી જ જિનપ્રતિમાજીની પૂર્ણ પ્રતીતિથી રોજ દહેરાસરે દર્શનનો નિયમ. કંદમૂળનો ત્યાગ, રાત્રિભોજન ત્યાગ, ઘણી લીલોતરીનો ત્યાગ, તિથિપાલન તો હોય જ. શ્રી સદેવગુરુ પસાયે વરસીતપનાં પણ આરાધિકા. માસક્ષમણ કરનારાં બાને ત્યારે ૫ મો વરસીતપ, અક્રમનો. ૧૫મે વર્ષે ગૌવધ પ્રતિબંધ આંદોલનની અને ચૂંટણીની જંગી જાહેર સભામાં ૧૦,૦૦૦ની માનવમેદનીને કરેલાં સંબોધનની પૂર હોનારત (૧૯૭૯) પહેલાંના મોરબીવાસી પર અમીટ છાપ. કાશી ભણેલા શાસ્ત્રીજી સાથે સંસ્કૃતમાં વાત કરી શકતાં એટલો સંસ્કૃત ભાષા પ્રત્યે પ્રેમ અને પ્રભુત્વ. રોટરી ક્લબ વગેરેમાં ઇંગ્લિશમાં પણ Speech આપતાં. વક્તૃત્વ-નિબંધ સ્પર્ધા, રાસ-ગરબા-નાટક-શાસ્ત્રીય નૃત્ય-સંગીત વગેરે ઇતર પ્રવૃત્તિમાં એટલાં જ અગ્રેસર. શક્ય તેટલું ભણવું અને બધામાં પારંગત થવાની નેમ છતાં ‘દીક્ષા તો જ કલ્યાણ’ની રઢ તો છેક ૭ વર્ષની વયથી. પૂ. મોટાંબાના હાર્ટએટેકથી ક્ષણવારમાં થયેલા દેહત્યાગનાં સાક્ષી, ૧૧ વર્ષની કુમળી ઉંમર અને એ દરમ્યાન આચાર્ય બા.બ્ર.પૂ. વિદ્યાબહેન મહેતા સાથે શાળામાંથી ભક્તિસંગીત અને સમૂહનૃત્ય માટે શ્રી વવાણિયા તીર્થનાં પ્રથમ દર્શને મનોમંથનનાં મંડાણ.
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy