SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ જ “શદરત્નકોશ વિષે – ૨ વચનામૃતમાં એક-એક લીટી વાંચતા જતાં અઘરા લાગતા શબ્દો તારવ્યા છે. ૨ ૧ લી કૉલમ શબ્દની છે, ૨ જી અર્થની છે. અર્થની પહેલાં જે સંસ્કૃત શબ્દ આવે છે તે શબ્દની વ્યુત્પત્તિ છે. શબ્દના મૂળમાં ક્યો શબ્દ, ક્રિયાપદ કે પ્રત્યય છે તે સૂચવે છે. “તોડફોડ’ કહો છો તે. અર્થમાં પર્યાય શબ્દ એટલે સમાન અર્થી શબ્દ પણ મૂક્યા છે. જુદા જ અર્થ થતા હોય તે પણ લખ્યા છે. સામાન્ય રીતે, વધુ બંધબેસતો અર્થ ૧લો રાખ્યો છે. છે વચનામૃતમાં તિથિ-મિતિ મળે છે, તારીખ નહીં. અમુક જગાએ તિથિ-વાર પણ નથી. વચનામૃતમાં જ્યાં તિથિ, વાર, સંવત લખ્યા છે ત્યાં પૂરી ચોકસાઈ-ગણતરીથી તેની તારીખ, માસ, સાલ આપવાનો પણ પ્રયત્ન કર્યો છે. અનેકાનેક મુમુક્ષુઓની વર્ષોની ખ્વાહિશ પૂરી કર્યાનો સંતોષ છે. જ દે. એટલે દેશ્ય શબ્દ, દેશી ભાષાનો શબ્દ. દેશ્ય ભાષા પ્રાકૃત ભાષાના એક વિશેષ ભાગ રૂપે છે અને અનાદિ કાળથી પ્રાકૃત રૂપે પ્રવૃત્ત થયેલી હોવાથી તેનું નામ દેશ્ય પ્રાકૃત કે દેશી પ્રાકૃત. છે જે તે સંદર્ભગ્રંથ, પુસ્તક, આગમ, કાવ્ય, કૃતિ, કર્તા વિષે ટૂંકમાં પણ વિગત આપી છે. છે જે પંક્તિ, ઉક્તિ, અવતરણ જ્યાંથી લેવાયું હોય તે સંદર્ભગ્રંથો વિષે પણ નાનો ઉલ્લેખ છે. જ વચનામૃતજીના પરિશિષ્ટમાં નથી છપાયા પણ મારા વાંચવામાં આવ્યા હોય તેવા સંદર્ભ પણ મૂક્યા છે. છે જે સંદર્ભ મૂક્યા છે તે બધાં શાસ્ત્ર-પુસ્તક પર જરૂર નજર ફેરવી છે. ઝટપટ વાંચીને જ પાને ચઢાવ્યું છે. અનુક્રમણિકા આ કોશનાં છેલ્લા પાને રાખી છે. શરૂઆતમાં શોધશો નહીં. છે ગુજરાતી ક્કકામાં ક્ષ, જ્ઞ, છેલ્લે આવે તેમ જ ગોઠવ્યું છે. ઘણા કોશમાં કે પછી ક્ષ, ખ, ગ અને જ પછી જ્ઞ, ઝ, ટ હોય છે. જ કક્કા-બારાક્ષરી ભૂલી જનારાં માટે આ ગ્રંથનો બૂકમાર્ક ઉપયોગી થશે. કક્કો કોઈ ભૂલી જાય? ભૂલી જાય. આગળ ભણતાં જાય તેમ પાછલું ભુલાતું જાય. પણ પાયો છે એટલે રાખવો-નાખવો પડે. મોક્ષમાળાની રચનાતારીખ-તિથિ અનુમાનથી લખેલાં છે, વિચારશોજી. જ જૈન પારિભાષિક શબ્દો ઉપરાંત વેદાંતની પરિભાષાના શબ્દો પણ આવરી લેવાયા છે. છે ટૂંકમાં, અઘરા શબ્દો તો લીધા જ છે, સાથે સાથે આબાલવૃદ્ધને ઉપયોગી થાય એટલે સીધા સાદા શબ્દો પણ લીધા છે. શિષ્ટ ગુજરાતી લખાતું-બોલાતું ન હોવાથી જ્યાં જે ન સમજાય તેવું લાગે તે બધું જ સમાવવાનો આયાસ કર્યો છે. ઇંગ્લીશ મીડીયમવાળાને ઓછી તકલીફ પડે એટલે થોડું સરળ બનાવવા યત્નશીલ રહી છું છતાં ધારણા મુજબ સુગમ ન લાગે તે બનવા જોગ છે. જ આ કોશ VCD-DVD રૂપે પણ ઉપલબ્ધ થઇ શકશે. છે ખાસ અગત્યની વાત કે જે કંઈ રકમ વધી હશે તે આવા શબ્દકોશનાં કે એનાં જેવાં અન્ય પ્રકાશનમાં અર્થાત્ જ્ઞાનખાતામાં સદુપયોગી થશે. આપ સહુએ ભાવભેર લમીનાં યોગદાન દ્વારા જ્ઞાનાવરણીય કર્મ પાતળાં પાડીને જ્ઞાનધન ઉપામ્યું છે એ માટે આપની શ્રુતભક્તિને શત શત વંદન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy