SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૨૧ :: [4] પત્રાંક ૯૩૩ કોને? ૧૧૬૭૨ કુંભક +| નાક-મોં બંધ રાખીને શ્વાસ રોકવો તે કુંભક પ્રાણાયામ ૧૧૬૭૩ રેચક રિવ્ા ઉદરમાંથી અતિ પ્રયત્નપૂર્વકનાક, બ્રહ્મરંધ્ર અને મુખ દ્વારા વાયુને બહાર ફેંકવો તે રેચક પ્રાણાયામ ૧૧૬૭૪ પાંચે વાયુ ૫ વાયુ કે પવનઃ પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન ૧. પ્રાણ : શ્વાસોચ્છવાસનો વ્યાપાર કરનાર વાયુ ૨. અપાન : મૂત્ર, વિષ્ટાને બહાર કાઢનાર વાયુ ૩. સમાન : અન્નજળથી ઉત્પન્ન થતા રસને યોગ્ય સ્થાને પહોંચાડનાર ૪. ઉદાન : રસાદિને ઊંચે લઈ જનાર વાયુ ૫. વ્યાન : આખા શરીરમાં વ્યાપીને રહેલો વાયુ પૃ.૬૫ર પત્રાંક ૯૩૪ શ્રી મનસુખલાલ કીરતચંદ મહેતાને તા.૨૭-૬-૧૯૦૦ ૧૧૬૭૫ આસ્તિકાયપણું સન્ આસ્થા, શ્રદ્ધા ૧૧૬૭૬ વીર્યપ્રવૃત્તિ પુરુષાર્થ કરવો, બળ-શક્તિ-ઉત્સાહ વાપરવાં, ઉલ્લાસવૃત્તિ ૧૧૬૭૭ ઠીક સામાન્ય, પ્રમાણમાં સારી ૧૧૬૭૮ વિપરીત વિરુદ્ધ, ઊંધી ૧૧૬૭૯ ૐ શાંતિઃ દેહાદિક અશાતાનો ઉદય છતાં સંપૂર્ણ શાંતિ પ્રવર્તે છે તેથી લિખિતંગમાં પત્રાંક ૯૩૫ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને તા.૨૦-૬-૧૯૦૦ ૧૧૬૮૦ ચક્રવર્તીની સમસ્ત એક અવસર્પિણી કાળમાં ૧૨ ચક્રવર્તી થાય. આ કાળમાં અનુક્રમે સંપત્તિ ભરત, સગર, મઘવાન, સનતકુમાર, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, સુભૂમ, મહાપા, હરિણ, જય અને બ્રહ્મદત્ત ચક્રવર્તી થયા ૧૪ રત્નમાં ૭ એકેન્દ્રિય રત્ન (પૃથ્વીકાય)ઃ ૧. ચક્રરત્નઃ સેનાની આગળ ગડગડાટ શબ્દ કરતું ચાલે, છ ખંડ જીતવાનો રસ્તો બતાવે ૨. છત્રરત્ન: સેના ઉપર ૧૨ યોજન લાંબા અને ૯ યોજન પહોળા છત્રરૂપ બને ૩. દંડરત્નઃ વિષમસ્થાનને સમ કરી રસ્તો સાફ સડક જેવો કરે અને વૈતાઢ્ય પર્વતની બન્ને ગુફાના દ્વાર ખુલ્લાં કરતું ૪ હાથ લાંબું રત્ન ૪. ખગરત્નઃ ૫૦ આંગળ લાંબું, ૧૬ આંગળ પહોળું, અરધો આગળ જાડું અને અતિ તીક્ષ્ણ ધારવાળું રત્ન હજારો ગાઉ દૂરના શત્રુનું માથું છેદી નાખે ૫. મણિરત્નઃ ઊંચે મૂકવાથી ચંદ્રની જેમ ૧૨ યોજન પ્રકાશ કરે અને હાથીના મસ્તકે બાંધવાથી સ્વારને બીક રહેતી નથી ૬. કાંગણીરત્નઃ સોનીની એરણ જેવું અને ચક્રવર્તી જીવે ત્યાં સુધી ચંદ્ર જેવો પ્રકાશ આપે ૭. ચર્મરત્નઃ ૨ હાથ લાંબું રત્ન ૧૨ યોજન લાંબી ને ૯ યોજન પહોળી નાવ-હોડી રૂપ થઈ જાય જેમાં સેના સવાર થઈ ગંગા-સિંધુ જેવી મહાનદીઓથી પાર થઈ જાય ૧૪ રનમાં ૭ પંચેન્દ્રિય રત્ન: ૧. સેનાપતિ રત્ન: ગંગા-સિંધુ નદીની પેલી પારના દેશને જીતનાર સેનાનો નાયક ૨. ગાથાપતિ રત્ન: ચક્રવર્તીના મહેલનો વ્યવહાર, ધાન્ય-શાક-ફળનો હિસાબ-કિતાબ રાખનાર ૩. સુથાર રત્નઃ તક્ષક કે વર્ધકી રત્ન, મહેલ-મંદિર, સૈન્ય માટે લાકડાના પુલ બાંધનાર ૪. પુરોહિત રત્નઃ શાંતિ કર્મ કરનાર; ૩૬૦ રસોઇયાનો અધિકારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy