SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૩૬૫ :: ૧૦૨૧૬ નિર્ણત નિ+ની એ નિર્ણય કરેલો ૧૦૨૧૭ વૃત્તિમાન વૃત્મન્ ! વૃત્તિવાળા ૧૦૨૧૮ મુહૂર્ત માત્ર દુર્ત . ૪૮ મિનિટ ૧૦૨૧૯ રાજપાટ રા+પા રાજગાદી ૧૦૨૨૦ અપ્રતિબદ્ધ વિહારી મ+પ્રતિ+વ+વ+દા આસક્તિ વિના વિહાર કરનારા ૧૦૨૨૧ ગુણાતિશયપણાથી [+મતિ+શી | ગુણના અતિશયને કારણે ૧૦૨૨૨ પરાવર્તન પરા+વૃતા પાછી વળવી, પલટાવી, પલટી મારી; પુનઃપ્રાપ્તિ ૧૦૨૨૩ તાદૃશ તમ્ તેવું, તેના જેવું ૧૦૨૨૪ અંતરાય અન્તર્યું ન હોય, ન મળે; વિદન, ઓટ, અડચણ પૃ.૫૭૯ ૧૦૨૨૫ શ્લોક સ્તો સંસ્કૃત કવિતાની કડી, અનુષુપ છંદ, લોકોક્તિ, કહેવત; સ્તુતિ ૧૦૨૨૬ માંડી મા શરૂ કરી, માંડણી કરી ૧૦૨૨૭ તદાશ્રિત તત્+આ+%ા તેને આશ્રયે, આશરે, શરણે રહેલા ૧૦૨૨૮ આચારાંગ સૂત્ર દ્વાદશાંગીનું ૧લું સૂત્ર, જેમાં ૨ શ્રુતસ્કંધ, ૨૫ અધ્યયન, ૧૮૦૦૦ પદમાં સાધુના આચારધર્મ-ચારિત્રધર્મનું વર્ણન છે. ૧૦૨૨૯ સૂત્રકૃતાંગ સૂત્ર દ્વાદશાંગીનું રજું સૂત્ર, જેમાં ૨ શ્રુતસ્કંધ, ૨૩ અધ્યયન, ૨૧૦૦ શ્લોકપ્રમાણ, સૂચનાત્મક તત્ત્વની મુખ્યતા છે, સ્વમત-પરમતનું નિરૂપણ છે. ૧૦૨૩૦ સ્થાનાંગ સૂત્ર દ્વાદશાંગીનું ૩જું સૂત્ર, જેમાં ૧ શ્રુતસ્કંધ, ૧૦ સ્થાનનાં ૧૦ અધ્યયન, ૧૦૮૯ સૂત્ર. જીવાદિક પદાર્થોનું અનુક્રમે સ્થાપવું તે સ્થાન ૧૦૨૩૧ સમવાયાંગ સૂત્ર દ્વાદશાંગીનું ૪થું સૂત્ર, જેમાં ૧ અધ્યયન, ૧૬૬૭ શ્લોક પ્રમાણ છે. સમસ્ત પદાર્થોનું સભ્યપ્રકારે જ્ઞાન હોવાથી ‘સમવાય'. આમાં એકોત્તરિક વૃદ્ધિ એટલે કે ૧ થી ૧૦૦ સુધી વધે છે અને પછી અનેકોરિકા વૃદ્ધિ (મોટી સંખ્યા જેમ કે ૧૦૦ થી ૧૦૦૦ વગેરે વધે) પણ છે. ૧૦૨૩૨ ભગવતી સૂત્ર દ્વાદશાંગીનું પમું સૂત્ર, વિવાહપ્રજ્ઞપ્તિ-વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ પણ નામ છે, જેમાં ૧ શ્રુતસ્કંધ, ૪૧ શતક, ૧૦૧ અધ્યયન, ૩૬ હજાર પ્રશ્નોત્તર છે. આ સૂત્ર સૌથી મોટું, મહત્ત્વપૂર્ણ અને વિશદ નિરૂપણ કરનારું છે. ૧૦૨૩૩ જ્ઞાતાધર્મકથા સૂત્ર દ્વાદશાંગીનું કહ્યું સૂત્ર, જેમાં ર શ્રુતસ્કંધ, ૧૮ અધ્યયન, ૫૫00 ગાથા છે. ૧લા શ્રુતસ્કંધના ૧૯ અધ્યયનમાં ૧૯ ધર્મકથા દ્વારા સાધુના આચાર પર પરમાર્થ ઉતાર્યો છે. રજા શ્રુતસ્કંધમાં “ધર્મકથા'માં પાર્થપ્રભુનાં બધાં સાધ્વી શિથિલ બની દેવી બન્યાં તેનું કથન છે. ૧૦૨૩૪ ઉપાસકદશાંગ સૂત્ર દ્વાદશાંગીનું ૭મું સૂત્ર, જેમાં ૧ શ્રુતસ્કંધ, ૧૦ અધ્યયન છે ઉપાસક એટલે શ્રાવક. ૧૦ શ્રાવકોની સિદ્ધિનું વર્ણન તથા દેશવિરતિ વિષે છે. ૧૦૨૩૫ અંતકૃતદશાંગ સૂત્ર દ્વાદશાંગીનું ૮મું સૂત્ર, જેમાં ૧ શ્રુતસ્કંધ, ૮ વર્ગ, ૯૦ અધ્યયન છે. અંતકાળે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી દેશના દીધા વિના જ મુક્તિ પામ્યા હોય તે અંતગડઅંતકૃત કેવળીનું વર્ણન છે. ઉત્તર ભારતમાં (U.P) પર્યુષણ પર્વ દરમ્યાન આ સૂત્ર વંચાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy