SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ જ વિદ્ગોથી ભરપૂર હોય છે, તેમાં તો કોઈ શંકા જ નથી. ચાલુ મહાસાગરની મુસાફરીનો મધ્યભાગ હેમખેમ પાર થઈ શક્યો છે, એ કાંઈ ઓછા હર્ષોલ્લાસની વાત થોડી જ છે? પ્રાન્ત તમારી નજર સમક્ષ જ માજા મૂકીને ઊછળતા-કૂદતા એક વિરાટ મહાસાગરની કલ્પના કરો કે જેમાં વાંભ વાંભ મોજાં ઊછળી રહ્યાં છે. જોરદાર ભરતી આવવાથી જેણે ચારે તરફ પાણી પાણી કરી નાખ્યું છે અને દૂર દૂર સુધી પૃથ્વીને જળબંબાકાર કરી દીધી છે, જેમાં મોટા મોટા આવ ઘૂમરી લઈ રહ્યા છે. સાથે જ અથાગ એવું પણ સમુદ્રજળ સખત રીતે ડહોળાઈ જવાથી જેના પેટાળમાં રહેલો રત્નરાશિ પણ પ્રગટ રીતે ઝળહળી રહ્યો છે. એટલે “મહોદધિ’ની મહત્તા તમારા માનસપટલ પર સમ્યગ રીતે અંકિત થઈ જશે. પેલો જેમ જળનો મહાસાગર છે. તેમ આ શબ્દોનો મહાસાગર છે. શબ્દો પણ જેવા તેવા નહિ પરંતુ બધા રત્નતુલ્ય હોઈ આનું નામ “શબ્દરત્નમહોદધિ રાખવામાં આવ્યું છે. મહોદધિ-પરિવારના આ પગલાંને સૌ સુજ્ઞજનો અંતરના ઉમળકાથી આવકારશે જ એવી સંપૂર્ણ આશા સાથે વિરમું છું. પ. પૂ. શ્રી રૂપવિજય મહારાજનો પ. પૂ. આ. દે, શ્રી મહેન્દ્રડહેલાનો ઉપાશ્રય, સુરીશ્વરજી મ. સા.ના અમદાવાદ-૧. અંતિમ અનેવાસી સં. ૨૦૪૪, અશ્વિન પૂર્ણિમા. મુનિ મણિપ્રભવિજય (રત્નપુંજ) Jain Education International For Private & rsonal Use Only www.jainelibrary.org
SR No.016069
Book TitleShabdaratnamahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorMuktivijay, Ambalal P Shah
PublisherVijaynitisurishwarji Jain Pustakalaya Trust Ahmedabad
Publication Year2005
Total Pages562
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy