SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શારદીયનામમાલા નાગપરીય તપાગચ્છના આચાર્ય શ્રી ચંદ્રકીર્તિસૂરિના શિષ્ય શ્રી હર્ષકીર્તિસૂરિએ શારદીયનામમાલા' અથવા “શારદીયાભિધાનમાલાનામક નાના કોશ ગ્રંથની રચના ૧૭મી શતાબ્દીમાં કરી છે. આ કોશમાં ૩00 શ્લોકો છે. એ પણ જાણવા મળે છે કે તેમણે ‘નામમાલીકોશ' નામે મોટા કોશની પણ રચના કરી હતી. એ વિશે વિશિષ્ટ માહિતી જાણવા મળી નથી. આ. હર્ષકીર્તિસૂરિ વ્યાકરણ અને વૈદ્યકશાસ્ત્રમાં નિપુણ હતા. તેમણે કેટલાક ગ્રંથો રચેલા છે. શબ્દરત્નાકર ખરતરગચ્છના મુનિ શ્રી. સાધુ કીર્તિના શિષ્ય સાધુસુંદર ગણિએ વિ. સં. ૧૬૮૦માં “શબ્દરત્નાકર નામક કોશગ્રંથની રચના કરી છે. આ પદ્યાત્મક કૃતિમાં છ કાંડ છે. આ ગ્રંથકારે “ઉક્તિરત્નાકર,' ધાતુરત્નાકર' જેવા ગ્રંથો પણ રચ્યા છે. અવ્યયેકાક્ષરનામમાલા મુનિ સુધાકલશગણિએ “અવ્યયેકાક્ષરનામમાલા' નામક નાની કૃતિ ૧૪મી શતાબ્દીમાં રચી છે. તેની ૧૭મી શતાબ્દીમાં લખાયેલી એક પાનાની પ્રતિ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં છે. શેષનામમાલા ખરતરગચ્છીય મુનિ સાધુ કીર્તિએ ‘શેષનામમાલા” અથવા “શેષસંગ્રહનામમાલા” નામક કોશગ્રંથની રચના કરી છે. તેઓ ૧૭મી સદીના વિદ્વાન હતા.. શબ્દસંદોહસંગ્રહ જૈન ગ્રંથાવલીના પૃ. ૩૧૩માં ‘શબ્દસંદોહસંગ્રહ' નામની ૪૭૯ પત્રોની તાડપત્રીય પ્રતિ હોવાનો ઉલ્લેખ શબ્દરત્નપ્રદીપ શબ્દરત્નપ્રદીપ' કોશના કર્તા કોણ હતા તે જાણવા મળ્યું નથી, પરંતુ શ્રી સુમતિગણિએ વિ. સં. ૧૨૯૫માં રચેલી ‘ગણધરસાર્ધશતક-વૃત્તિમાં આ ગ્રંથનો ઉલ્લેખ વારંવાર આવે છે. એક માહિતી મુજબ કલ્યાણમલ્લ નામના વિદ્વાને આ ગ્રંથ રચ્યો છે પણ તેના જૈનત્વ વિશે શંકા છે તેથી જૈન કોશકારોમાં આની ગણતરી કરવામાં સંદેહ રહે છે. વિશ્વલોચનકોશ દિગંબર જૈન મુનિ ધરસેને વિશ્વલોચનકોશ’ અપર નામ “મુક્તાવલીકોશની સંસ્કૃત પદ્યમાં રચના કરી છે. આ અનેકાર્થકકોશમાં ૨૪૫૦ પડ્યો છે. તેના રચનાક્રમમાં સ્વર અને કકાર આદિ વર્ગોના ક્રમથી શબ્દની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016067
Book TitleShabdaratnamahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorMuktivijay, Ambalal P Shah
PublisherVijaynitisurishwarji Jain Pustakalaya Trust Ahmedabad
Publication Year2005
Total Pages864
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy