SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ २० વિચારભેદની અપેક્ષા નથી. જ્યારે વ્યવહારુ સાહિત્યમાં વિચારભેદને પૂરો અવકાશ રહે છે. અર્થોમાં પણ વૈવિધ્ય હોય છે. વ્યાકરણ, અલંકાર, છંદ, કોશ વગેરે વ્યવહારુ સાહિત્ય કહેવાય છે. આમાં સંપ્રદાયભેદને અવકાશ હોતો નથી. એટલે આ સાહિત્ય સાર્વજનિક ગણાય. સંસ્કૃત ભાષાભાષી ગમે તે માનવી આનો ઉપયોગ કરી શકે એ દૃષ્ટિએ આ સંગ્રહ કરેલો છે. આમાં દરેક વિષયના રૂઢ, યૌગિક અને મિશ્ર એમ ત્રણ પ્રકારના શબ્દો છે. તેમાં યૌગિક વધારે છે અને વૈદિક શબ્દોને ખાસ લીધા નથી. જૈન ગ્રંથકારોનું કોશવિષયક પ્રદાન– ભારતીય સાહિત્યમાં બીજા વ્યાકરણ આદિ (જુઓ મારી હિંદી ભાષામાં ૨૭ વિષયો ઉપર લખાયેલો જૈન સાહિત્યકા બૃહદ્ ઇતિહાસ'માં. ૭૭–૯૬ પૃષ્ઠો પ્રકા. પાર્શ્વનાથ વિદ્યાશ્રમ હિંદુ યુનિવર્સિટી–બનારસ.) વિષયોની જેમ જૈનાચાર્યોએ કોશની રચના દ્વારા ભારતીય સાહિત્યની આ શાખામાં પણ સારું એવું પ્રદાન કરીને ભારતીય સાહિત્યના ભંડારને ભરી દીધો છે. જૈન ગ્રંથકારોએ રચેલા કોશગ્રંથોની પરંપરા ગ્રંથ = - વેદકાળથી કોશનું જ્ઞાન અને તેની મહત્તા સ્વીકૃત છે, એ ‘નિઘંટુકોશ’ પરથી જાણી શકાય છે. વેદનાં નિરુક્તો રચતીવેળા યાસ્ક મુનિ સામે ‘નિઘંટુ’ના પાંચ સંગ્રહો વિદ્યમાન હતા. પાછળથી રચાયેલા લૌકિક કોશો કરતાં જો કે નિઘંટુ કોશ જુદા પ્રકારનો હતો, કેમકે તેમાં વેદની સંહિતાઓના અસ્પષ્ટ અર્થો સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, ત્યારે લૌકિક કોશ વાડ્મયના વિવિધ વિષયોનાં નામ, અવ્યય અને લિંગનો બોધ આપતો વ્યાપક શબ્દભંડાર રજૂ કરે છે. ‘નિઘંટુકોશ’ પછી યાસ્કના ‘નિરુક્ત'માં વિશિષ્ટ શબ્દોનો સંગ્રહ છે અને તે પછી પાણિનિના ‘અષ્ટાધ્યાયી’માં યૌગિક શબ્દોનો વિશાલ સમૂહ કોશની સમૃદ્ધિનો વિકાસ કરતો જણાય છે. પાણિનિના સમય સુધી રચાયેલા શબ્દકોશો ગદ્યમાં હતા. એ પછી રચાયેલા લૌકિક કોશો અનુષ્ટુપુ, આર્ય વગેરે છંદોમાં પદ્યમય રચનાવાળા મળી આવે છે. આ કોશોમાં મુખ્યતયા બે પદ્ધતિઓ જોવાય છે. એક એકાર્થક કોશની અને બીજી અનેકાર્થક કોશની. એકાર્થક કોશ એક અર્થના અનેક શબ્દોનું સૂચન કરે છે, જ્યારે અનેકાર્થક કોશ એક શબ્દના અનેક અર્થોનું નિરૂપણ કરે છે. પ્રાચીન કોશકારોમાં કાત્યાયનની ‘નામમાલા', વાચસ્પતિનો ‘શબ્દાર્ણવ’, વિક્રમાદિત્યનો ‘સંસારાર્ણવ’, ભાગુરિનો ‘ત્રિકાંડ’, ધન્વન્તરિનો નિઘંટુ' વગેરે નામો પ્રસિદ્ધ છે. આમાંથી કેટલાયે કોશો પ્રાપ્ય નથી. ઉપલબ્ધ કોશોમાં અમરસિંહના ‘અમરકોશે’ સારી ખ્યાતિ મેળવી છે. એ પછી આચાર્ય હેમચંદ્રસૂરિ વગેરેના કોશોનો ઠીક ઠીક પ્રચાર થયો, એ કાવ્યગ્રંથોની ટીકાઓથી માલૂમ પડે છે. જૈન ગ્રંથકારોએ પણ કોશગ્રંથોની રચનામાં પાછી પાની કરી નથી. એ બાબત તેમનો પરિચય આપવાનો અહીં અમે પ્રયત્ન કર્યો છે. પાઈયલચ્છીનામમાલા ‘પાઈયલચ્છીનામમાલા’નામના એક માત્ર ઉપલબ્ધ પ્રાકૃતકોશની રચના પંડિતપ્રવર ધનપાલે કરી છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016067
Book TitleShabdaratnamahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorMuktivijay, Ambalal P Shah
PublisherVijaynitisurishwarji Jain Pustakalaya Trust Ahmedabad
Publication Year2005
Total Pages864
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy