SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના [પ્રથમ આવૃત્તિની ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થની પ્રાપ્તિ મનુષ્યમાત્રને ઈષ્ટ છે. આ પુરુષાર્થપ્રાપ્તિના અંગભૂત શુદ્ધ કમદિકને પ્રતિપાદન કરનાર શાસ્ત્રો છે. તે સિવાય ચરિત્ર, આખ્યાનો, આખ્યાયિકાઓ વગેરે ગ્રન્થો લૌકિક નીતિને દઢ કરનારા છે. આ બધા ગ્રન્થો સંસ્કૃત ભાષામાં લખેલા જોવામાં આવે છે. તે ગ્રંથોનું ટ્રાંસલેશન (ભાષાંતર) આજના જમાનામાં ઘણું જ થયેલ છે, તેમજ સંસ્કૃતમાં પણ પંડિતોની ટીકા-ટિપ્પણીઓથી ભરપૂર ઘણા ગ્રન્થો સમાજમાં પુષ્પ સમાન પ્રકાશનરૂપે ખીલેલા માલમ પડે છે. આટલું સાહિત્ય હોવા છતાં કોઈ વખતે મનુષ્ય કલ્પના કરતાં શાસ્ત્રોના ઊંડા રથો તરફ સામાન્ય મનનો વેગ ઘસડાય ત્યારે તે સમયની દેવનાગરી ભાષાનો પરિચય પોતાના માટે અલ્પ હોવાને કારણે માણસ પોતાની જિજ્ઞાસા અટકાવી વિચાર કરે છે, તેમજ સંશયગ્રસ્ત વાક્યની સમજણ ન પડવાથી એમ જ ઉચ્ચારે છે કે ગહન વિષય છે. આ સમયે કોષ હોય અથવા ભાષાનું પૂર્ણજ્ઞાન હોય તો કેવું ઉત્તમ થાત ? શાસ્ત્રો વાંચનારાઓને અથવા સંસ્કૃત સાહિત્યમાં સ્વાભાવિક સ્નેહથી ઉત્સાહ બતાવનાર વ્યક્તિઓને આવી બાબત ઉપસ્થિત થાય છે. કોઈ પણ કમની બાહુલ્યતા બહાર પ્રગટ કરવામાં શાસ્ત્રજ્ઞાન કારણ છે, તે શાસ્ત્રજ્ઞાન તેની અંદર રહેલા વાક્યોને આધીન છે, અને વાક્યર્થજ્ઞાન તે તે પદાર્થજ્ઞાનને આધીન છે અને પદાર્થજ્ઞાન (શાબ્દબોધ) તે તે પદશક્તિને ગ્રહણ કરવું તેના પર નિર્ભર છે. પદશક્તિ ગ્રહણ કરવામાં પુરાતત્ત્વવેત્તાનો એક શ્લોક સ્મરણમાં તરી આવે છે – शक्तिग्रहं व्याकरणोपमानकोषाप्तवाक्याद् व्यवहारतश्च । वाक्यस्य शेषाद् विवृतेर्वदन्ति सानिध्यतः सिद्धपदस्य वृद्धाः ।। વૃદ્ધો, વ્યાકરણ તેમજ ઉપમાન, કોષ, આપ્તવાક્ય તથા વ્યવહાર અને વાક્યશેષ વિવરણથી તેમજ સિદ્ધપદના સાનિધ્યથી શક્તિશાન થાય છે એમ કહે છે. શબ્દકોષની આવશ્યકતા વિશેષ કરીને જે ભાષામાં વિસ્તૃતતા રહેલી હોય, અથવા સમાસ કે વ્યુત્પત્તિના સંયોગથી અને કાર્યવાચક શબ્દો જે જે ભાષામાં સમાયેલા હોય છે તે ભાષાને સાંગોપાંગ જાણવા સારુ તેના કોષની પ્રથમ અને પરમ આવશ્યકતા હોય છે. પ્રાયઃ સર્વત્ર આવો નિયમ હોવાથી ઘણી પ્રાચીન-અવચિીન ભાષાઓ માટે તેના સાક્ષરોએ ખાસ કરીને શબ્દકોષોનો રચનાપ્રબન્ધ કરીને એ (કોષ) પુસ્તકને ધુરીસ્થાન આપ્યું છે. આપણી સંસ્કૃત ભાષા તેવી જ વિસ્તૃત અને શબ્દબાહુલ્યતાવાળી છે. વ્યુત્પત્તિસંબંધ, સામાસિકસંબંધ, પ્રાયોગિક સંબંધ, સૌત્રિકસંબંધ, આર્થિક–તાત્ત્વિકસંબંધ, કૂટકાઠિન્યસંબંધ અને પ્રાચીન વૈદિક ભાષાન્તર સંબન્ધથી સંસ્કૃતભાષા આપૂરિત (સમલકત) છે, જેથી સંસ્કૃતભાષામાં તો કોષગ્રન્થનું પાક્યાવલી તરીકે મુખ્ય (આદ્ય) સમાદરણીય સ્થાન છે. નામલિંગાનુશાસન કોષકાર આચાર્ય અમરસિંહના સમકાળમાં તથા પૂર્વકાળમાં ‘વિશ્વ, શાશ્વત, મેદિની, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016067
Book TitleShabdaratnamahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorMuktivijay, Ambalal P Shah
PublisherVijaynitisurishwarji Jain Pustakalaya Trust Ahmedabad
Publication Year2005
Total Pages864
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy