SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ १४ અભિધાનચિન્તામણિ, અમરકોષ, સંસ્કૃત શબ્દાર્થકૌસ્તુભ ( હિન્દી), અનેકાર્થસંગ્રહ નામકોષ, ન્યાયકોષ, પ્રો. આપેકત નાની-મોટી સંસ્કૃત-અંગ્રેજી ડીક્ષનેરી, શબ્દસિદ્ધિ માટે ઉણાદિ ગણવૃત્તિ, હૈમાનિઘંટુ, હસ્તલિખિત શબ્દરત્નસમુચ્ચય, હૈમશેષમાળા, શિલોચ્ચય નામમાળા, એકાક્ષરીકોષ વગેરેનો કરવામાં આવેલો છે. આ કોષના બન્ને ભાગમાં મળી એકંદર એક લાખ ઉપર શબ્દોનો સંગ્રહ છે. આ કોષમાં સંગ્રહિત શબ્દો આગળ સંકેત અક્ષરોનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે તેની સ્પષ્ટતા માટે “સાંકેતિક' શબ્દોની સમજ જુદી આપવામાં આવી છે. પ્રફ સંશોધન તથા અશુદ્ધિઓ માટે બની શકતી બધી કાળજી લેવામાં આવી છે છતાં કોઈ દોષ જણાય તો તે ક્ષમા ગણવા વાચકવૃંદને નિવેદન છે. કોષનું કાર્ય સુગમ નથી. અનેક જાતના ગ્રંથો અને જુદા જુદા વ્યાકરણ આદિ વિષયોનું અવગાહન તે માટે જરૂરી હોય છે. વળી, અનેક જાતના નવનવા શબ્દોની આ યોજના, ક્રમ, તેના પ્રત્યયો-ધાતુઓનો ઉપયોગ, અર્થ વગેરેની સંકલના કરવી તે કામ પણ ઘણું જ મુશ્કેલ છે, પણ અભ્યાસ, કાર્ય માટે તમન્ના અને તે પાછળ યોગ્ય પરિશ્રમ હોય તો ગમે તેવું મહાન કાર્ય પણ સરળ બની શકે છે. આ કોષ પાછળ વર્ષોની મહેનત છે અને અભ્યાસીઓને બની શકતી બધી સુલભ સામગ્રી આપવાની ભાવના છે – આશા. છે. અમારો પરિશ્રમ સુજ્ઞ વાચકવૃંદ આ કોષનો લાભ ઉઠાવી સફળ કરશે. ' ગ્રંથને ઉપયોગી-સુગમ અને સુંદર બનાવવાના અમારા મનોરથો પૂર્ણ રીતે સિદ્ધ નથી થઈ શક્યા. પ્રથમવૃત્તિમાં પૂર્ણતા કદાચ નહિ જણાય તો દ્વિતીયાવૃત્તિમાં ક્ષતિઓ સુધારવા પ્રયાસ કરવામાં આવશે. વર્ષોનો પરિશ્રમ સફળ થયેલો જોઈ કોને હર્ષ ન થાય ! સંસ્કૃત સાહિત્યના અભ્યાસી તથા કોષના વાચકવૃંદનું તેમજ આ કોષ સંકલિત પ્રકાશિત કરવામાં સહાયક સજ્જનોનું જેનશાસન અધિષ્ઠાયક દેવ કલ્યાણ કરો. 8 શાંતિઃ શાંતિઃ શાંતિઃ સંગ્રાહક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016067
Book TitleShabdaratnamahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorMuktivijay, Ambalal P Shah
PublisherVijaynitisurishwarji Jain Pustakalaya Trust Ahmedabad
Publication Year2005
Total Pages864
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy