SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪. પૂસ વચ્છ(૫) ગોત્રના એક (ભાવી) આચાર્ય. તેમના મૃત્યુ પછી અર્થાત્ મહાવીરના નિર્વાણના ૨૦૫૦૦ વર્ષ પછી ઉત્તરઝયણનો વિચ્છેદ થશે.' ૧. તીર્થો.૮૨૬. પૂસગિરિ (પુષ્યગિરિ) આચાર્ય રહના શિષ્ય અને ફગુમિત્તના ગુરુ." ૧. કલ્પ.પૃ.૨૬૪. પૂસણંદી (પુષ્યનન્દી) રોહીડા નગરના રાજા કેસમણદત્ત અને તેમની રાણી સિરિદેવી(૪)નો પુત્ર તથા તે જ નગરના શેઠ દત્ત(૧)ની પુત્રી દેવદત્તા(૨)નો પતિ. ૧. વિપા.૩૦-૩૧, સ્થાઅ.પૃ.૫૦૮. પૂસભૂતિ (પુષ્યભૂતિ) આચાર્ય પુસમિત્ત(૨)ના ગુર. તે ધ્યાનમાં નિપુણ હતા. તેમણે સિંગવદ્ગણ નગરના રાજા મુંડિઅને પ્રબુદ્ધ કર્યો હતો. તે અને વસુભૂતિ(૩) એક છે. ૧. આવનિ.૧૩૧૨, વ્યવમ.૪.પૃ.૪૭,૫૦,બૃભા.૬૨૯૦, આવહ૭૨૨. ૨. આવયૂ.૨,પૃ.૨૧૦. પૂસમાણગ (પુષ્યમાણક) કેવળ ઠાણમાં ઉલિખિત ગ્રહ. કહેવામાં આવ્યું છે કે તેને ગણતરીમાં લેવો જોઈએ નહિ. ૧. સ્થા.૯૦. ૨. સ્થાઅ.પૂ.૭૮, ટિ.૧. ૧. પૂતમિત્ત (પુષ્યમિત્ર) મર્યવંસ પછી અને બલમિત્ત પહેલાં થયેલો રાજા.' ૧. તીર્થો. ૬૨૧. ૨. પૂમિત્ત પૂસભૂતિના શિષ્ય જે વસુભૂતિ નામે પણ જાણીતા હતા. પૂસભૂતિએ આદરેલા ઊંડા ધ્યાનનાં બાહ્ય ચિહ્નો સમજનાર એકમાત્ર તે જ હતા. ૧. આવનિ.૧૩૧૨, આવહ.પૃ.૭૨૨. ૨. આવયૂ.૨,પૃ.૨૧૦. ૩. પૂમિ મહાવીરનો પૂર્વભવ. તે ધૂણા(૨) સંનિવેશના હતા.' ૧. આવયૂ. ૧.પૃ. ૨૨૯, આવનિ.૪૪૨, કલ્પવિ.પૂ.૪૩, કલ્પધ.પૃ. ૩૭, વિશેષા. ૧૮૦૮. ૪. પૂમિત્ત જે આચાર્ય અન્ય સાત આચાર્યો સાથે વ્યાવહારિક આચારનિયમોના પાલનમાં માનતા હતા તે આચાર્ય. ૧ ૧. વ્યવભા.૩,૩૫૦. ૫. પૂમિત્ત આચાર્ય પખિય(૧)ને ત્રણ શિષ્યો હતા જેમનાં નામોના છેડે પૂસમિત્ત શબ્દ આવતો હતો. તે ત્રણ શિષ્યો હતા – ઘયપૂસમિત્ત, પોત્તપૂસમિત્ત અને દુમ્બલિયપૂસમિત. ૧. આવપૂ.૧.પૃ.૪૦૯, આવભા.૧૪૨, આચાચુ પૃ. ૨, વિશેષા.૩૦૧૦, નિશીભા. પ૬૦૭, સૂત્રચી.પૃ.૫, તીર્થો.૬૨૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy