SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૫૫ ૧. આવચૂ.૧.પૃ.૨૩૫, આવન.૪૨૫, ૪૪૯-૪૫૦, આવમ.પૃ.૨૫૧-૫૨, વિશેષા. ૧૭૮૮, ૧૮૧૫, કલ્પવિ.પૃ.૪૧, ૪૪, કલ્પ.પૃ.૩૬, તીર્થો.૬૦૫. ૨. પિયમિત્ત છઠ્ઠા વાસુદેવ(૧) પુરિસપુંડરીઅનો પૂર્વભવ. તેમના ગુરુ હતા આચાર્ય ગંગદત્ત(૧). કાર્યદીમાં તેમણે નિદાન (તીવ્ર ઇચ્છા) કર્યું અને તેનું કારણ હતું તેમની પોતાની પત્નીમાં તેમની અત્યંત આસક્તિ.૧ ૧. સમ.૧૫૮, તીર્થો.૬૦૯. પિયસેણ (પ્રિયસેન) ઉઝિયઅ(૨)નો ઉત્તરભવ. તે ઇંદપુરની ગણિકાનો પુત્ર હતો. તેને બાળપણમાં નપુંસક યા વંધ્ય બનાવી દેવામાં આવેલો. ૧ ૧. વિપા.૧૪. પિયા (પ્રિયા) રાયગિહના શેઠ સુદંસણ(૧)ની પત્ની અને ભૂયા(૧)ની માતા. ૧ ૧. નિ૨.૪.૧, સ્થાઅ.પૃ.૫૧૨. પિસાય (પિશાચ) વાણમંતર દેવોનો એક વર્ગ. રયણપ્પભા(૨) નરકભૂમિના રયણ કાણ્ડના ઉપરના ભાગના સો યોજન અને નીચેના ભાગના સો યોજન છોડી તે કાણ્ડના બાકીના ભાગમાં તેઓ વસે છે. તેમના બે ઇન્દ્રો કાલ(૪) અને મહાકાલ(૯) છે.૨ ૧. પ્રજ્ઞા.૪૭-૪૮, પ્રશ્ન.૧૫ ૨. પ્રજ્ઞા.૪૮, ભગ.૧૬૯. પિલ્લુંડ એક નગર. ચંપા નગરનો મહાવીરનો ઉપાસક શેઠ પાલિય વેપાર કરવા વહાણમાં ત્યાં ગયો હતો. ત્યાં તે શ્રષ્ઠીની પુત્રીને પરણ્યો અને પછી ઘરે પાછો આવ્યો. તેની એકતા ખારવેલના શિલાલેખમાં ઉલ્લેખ પામેલા પિથુડ અથવા પિથુડગ સાથે ક૨વામાં આવી છે, જે પિથુડ યા પિથુડગ નાગવતી નદીના પ્રવાહ તરફ ચિકકોલે (Chicakole) અને કલિંગપટમ્ (Kalingpatam)ના અંદરના ભાગમાં આવેલું છે. ૨ ૧. ઉત્તરા.૨૧.૨,૩ ૨. લાઇ.પૃ.૩૨૨. પીઇગમ (પ્રીતિગમ) મહાસુક્ક(૧) સ્વર્ગીય ક્ષેત્રના ઇન્દ્રના યાત્રા માટેના પીઇમણ વિમાનના વ્યવસ્થાપક દેવ.૧ ૧. જમ્મૂ.૧૧૮, આવચૂ.૧.પૃ.૧૪૫. પીઇધમ્મિય (પ્રીતિધાર્મિક) ચારણગણ(૨)ની સાત શાખાઓમાંની એક.૧ ૧. કલ્પ.પૃ.૨૫૯. પીઇવદ્ધણ (પ્રીતિવર્ધન) કાર્તિકમહિનાનું અસામાન્ય નામ.` ૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય ૫૩. પીઢ (પીઠ) પુંડરીગિણી(૧) નગરીના રાજા વઇરસેણ(૧)નો પુત્ર. તેનો મોટો ભાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy