SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પરંતુ આ સ્થળે મહાવીરનું મૃત્યુ થવાથી પછીથી તેનું નવું નામ પાપા(પાવા) પાડવામાં આવ્યું. ૧.આવચૂ.૧.પૃ.૩૨૨,૩૨૪, આનિ. | ૫. જિઓડિ.પૃ.૧૫૫, શ્રભમ.પૃ.૩૭૫. ૫૨૬, કલ્પવિ.પૃ.૧૭૧. ૨.એજન.આવિન.૫૪૧, વિશેષા. ૬. કલ્પ.૧૨૨-૧૨૩, ૧૪૭. ૭. જુઓ પાવા(૨). ૧૯૯૬. ૩.આનિ.૫૯૩, વિશેષા.૨૦૧૧. ૪. તીર્થો, ૧૦૯૩. ૮. કલ્પસૂ.પૃ.૧૦૩. ૯. કલ્પવિ.પૃ.૧૮૮. Jain Education International C ૧. પાસ (પાર્શ્વ) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા તેવીસમા તિર્થંકર.' તેમના પૂર્વભવમાં તે સુદંસણ(૫) હતા. વાણા૨સી નગરના રાજા અસ્સસેણ અને તેમની રાણી વામાના તે પુત્ર હતા. તેમની ઉંચાઈ નવ રયણિ(રત્નિ) હતી.૪ ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની ચોથે જ્યારે ચન્દ્ર વિસાહા નક્ષત્ર સાથે સંલગ્ન હતો ત્યારે તે પાણય સ્વર્ગમાંથી ચ્યવી વામાની કૂખમાં આવ્યા. તે વખતે તેમને ત્રણ જ્ઞાનો હતાં.૬ નવ મહિના અને સાડા સાત દિવસ પછી પોષ મહિનાના કૃષ્ણ પક્ષની દસમે જ્યારે ચન્દ્ર પુનઃ વિસાહા નક્ષત્ર સાથે સંલગ્ન હતો ત્યારે વામાએ સંપૂર્ણ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો,° જેનું નામ પાસ પાડવામાં આવ્યું. તેમનો વર્ણ નીલ હતો. તે ત્રીસ વર્ષ ગૃહસ્થ તરીકે જીવ્યા. ૧૦ પછી તે ત્રણસો ગૃહસ્થો સાથે શ્રમણાવસ્થામાં પ્રવેશ્યા.૧૧ આ પ્રસંગે તેમણે વિસાલા(૩) પાલખીનો ઉપયોગ કર્યો. તેમને પ્રથમ ભિક્ષા આપનાર ધણ(૩) હતા.૧૨ શરીર આદિની આસક્તિ છોડી, તેમનો કોઇ વિચાર કર્યા વિના પાસ આત્મધ્યાનમાં ત્યાસી(૮૩) દિવસ મગ્ન રહ્યા.૧૩ ચોરાશીમાં દિવસે તેમને કેવળજ્ઞાન થયું.૧૪ તેમનું પવિત્ર વૃક્ષ ધાતકી હતું.૧૫ પાસની આજ્ઞામાં શ્રમણોના આઠ ગણો, આઠ ગણધરો, સોળ હજાર શ્રમણો જેમના નાયક હતા આચાર્ય દિણ(૪), આડત્રીસ હજાર શ્રમણીઓ જેમની નાયિકા હતી પુષ્કચૂલા(૧), એક લાખ ચોસઠ હજાર શ્રાવકો જેમના નાયક હતા સુવ્વય(૬), ત્રણ લાખ સત્તાવીસ હજાર શ્રાવિકાઓ જેમની નાયિકા હતી સુણંદા(પ), ચૌદ પુત્વનું જ્ઞાન ધરાવનાર ત્રણ સો પચાસ શ્રમણો, ઇત્યાદિ હતાં. એક સો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી તે સમ્મેય પર્વતના શિખર ઉપર મોક્ષ પામ્યા.૧૭ મહાવીરના નિર્વાણના બસો પચાસ વર્ષ પહેલાં તેમનું નિર્વાણ થયું હતું. અને અરિઢણેમિના નિર્વાણના ૮૩૭૫૦ વર્ષ પછી (તેમનો જન્મ થયો હતો).૧૯ પાસ આમલકપ્પા, સાવથી, ચંપા, ણાગપુર, સાગેય, અરમ્બુરી, મહુરા(૧), રાયગિહ, કંપિલ્લપુર, કોસંબી, હત્થિણાઉર વગેરે સ્થળે ગયા હતા. ૨૦ ૪૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy