SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પાડલપુર (પાટલપુત્ર) આ અને પાડલિપુત્ત એક છે. પાડલસંડ (પાટણખણ્ડ) જે નગરમાં વણસંડ ઉદ્યાન આવેલું હતું તે નગર. તેમાં જપ્ત ઉંબરદત્ત(૨)નું ચૈત્ય હતું. ત્યાં સિદ્ધત્થ(૬) રાજ કરતા હતા. આ નગરના શેઠ સાગરદત્ત(૫)ને પોતાની પત્ની ગંગદત્તાથી જન્મેલો એક પુત્ર હતો, તેનું નામ હતું ઉંબરદત્ત(૧). એક વાર તિત્થર મહાવીર આ નગરમાં આવેલા અને ત્યારે તેમણે ઈદભૂતિ ગોયમ(૧)ને ઉંબરદત્તના પૂર્વભવની વાત કહી હતી. સાતમા તિર્થંકર સુપાસ(૧)એ મહિંદ(૪)એ આપેલી ભિક્ષાથી પોતાનું પ્રથમ પારણું આ નગરમાં કર્યું હતું. ૧. વિપા.૨૮, સ્થાઅ.પૃ.૫૦૮. ૨. આવનિ.૩૨૩, ૩૨૭. પાડલિ (પાટલિ) આ અને પાડલિપુર એક છે.' ૧. બૃભા.૨૨૯૨. પાડલિપુર (પાટલિપુત્ર) રાજા ઉદાઈ(૨) એ ગંગા નદીના કિનારે પાડલિ વૃક્ષની ફરતે વસાવેલું યા સ્થાપેલું નગર.'આ નગરમાં આ વૃક્ષની પૂજા થશે એવું ભવિષ્ય તિર્થીયર મહાવીરે ભાખેલું. રાજા ગંદ(૧)”, વંદગુરૂ', બિંદુસાર(૨)", અસોગસિરી અને મુરુંડ(૨)એ અહીં રાજ કર્યું. જેનો મત્રી નેમ હતો તે રાજા જિયસુત્ત(૪૧)ની તે રાજધાની હતી. વળી, જેનો મત્રી રોહગુર(૨) હતો તે જિયg(૨૪)એ પણ અહીં રાજ કર્યું. ઉપરાંત ઉજેણીના રાજા ઉપર આક્રમણ કરનાર કાકવણે પણ અહીં રાજ કર્યું. એવું ભવિષ્ય ભાખવામાં આવ્યું હતું કે રાજા ચઉમુહ ઉખનન કરાવી નગરના પાંચ સ્તૂપો બહાર કાઢશે જેમને રાજા શંદે પહેલાં સુવર્ણથી ભરી દીધા હશે." રાજા ચંદગુત્તનો મન્સી ચાણક્ક આ નગરનો હતો. આ નગરથી જ રાજા અસોગ(૧)એ ઉજેણી નગર પોતાના પુત્ર કુણાલને પેલો પત્ર મોકલ્યો હતો જેમાં કુણાલની અપરમાએ “અધીયતામુ' શબ્દમાં “અ” ઉપર છૂપી રીતે અનુસ્વાર ઉમેરી અંધીયતામ્' કરી નાખ્યું હતું, જેના પરિણામે કુણાલે પોતાની આંખો ગુમાવી હતી.' આ નગરની ગણિકા કોસામાં થૂલભદ્ર આસક્ત હતા. સ્થૂલભદ્દ નવમા ણંદના મસ્ત્રી સગડાલના મોટા પુત્ર હતા. આચાર્ય સંભૂય(૪)છ, સુશ્ચિય(૨), મહાગિરિ, સુહત્યિ(૧)૧૯ અને પાલિત્તય આ નગર સાથે જોડાયેલા હતા. શ્રમણ્ય સ્વીકાર્યા પહેલાં આર્ય રખિય(૧) દસઉરથી અહીં વેદો ભણવા આવ્યા હતા. બાર વર્ષના લાંબા કરાળ દુકાળે ઊભી કરેલી મુશ્કેલીઓના કારણે ક્રમશઃ ભુલાવા માંડેલા અને બ્રાસ પામી રહેલા પવિત્ર આગમોને યાદ કરી સંગૃહીત કરવા અને વાચના તૈયાર કરવા શ્રમણોનું એક સમેલન આ નગરમાં બોલાવવામાં આવ્યું.૨ નવમા ણંદના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy