SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સ્થા. ૭૫૫. પભાવતી (પ્રભાવતી) જુઓ પભાવઈ. ૧. જ્ઞાતા.૬૫, સ્થા.૭૫૫, ભગ.૪૯૧, સૂત્રચૂ.પૃ.૨૮, આવયૂ.૧,પૃ.૧૧૨, ૩૯૯, આવહ.પૃ. ૨૯૮, તીર્થો.૪૮૨, નિશીયૂ.૩.પૃ.૧૪૨. ૧. પભાસ (પ્રભાસ) મહાવીરના અગિયારમા ગણધર. તે રાયગિહના બલ(પ) અને તેની પત્ની અદભદ્દાના પુત્ર હતા. તે તેમના સમયના મહાન બ્રાહ્મણ વિદ્વાન હતા. તેમને મોક્ષના અસ્તિત્વ વિશે શંકા હતી. મહાવીરે તેમની શંકા જાણી અને પછી દૂર કરી. મહાવીરે રજૂ કરેલી સબળ દલીલો અને તર્કોથી સમાધાન પામેલા અને પ્રભાવિત થયેલા તે તેમના ત્રણ સો શિષ્યો સાથે મહાવીરના શિષ્ય બન્યા. તે મહાવીરની હયાતિમાં જ ચાલીસ વર્ષની ઉંમરે મોક્ષ પામ્યા. ૧. આવનિ.૫૯૫થી, વિશેષા.૨૦૧૩, ૨૪૫૧, કલ્પવિ.પૃ. ૧૭૯, ૧૮૬, ૨૪૭, કલ્પધ.પૃ.૧૧૫થી, સમ.૧૧. ૨.પભાસ સામેય નગરનો ચિત્રકાર. તે તેની ચિત્રકળા માટે પ્રસિદ્ધ હતો. તે નગરનો રાજા મહબ્બલ(૧) તેની ચિત્રકળાથી ખૂબ પ્રભાવિત હતો.' ૧. આવચૂ.૨,પૃ.૧૯૪-૯૫, આવનિ.૧૨૯૨. ૩.પભાસ વિયડાવઇ પર્વતનો અધિષ્ઠાતા દેવ.૧ ૧. સ્થા.૯૨, ૩૦૨. ૪.પભાસ અચુતમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાવીસ સાગરોપમ વર્ષનું છે, તેઓ બાવીસ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને બાવીસ હજાર વર્ષે એક વાર તેમને ભૂખ લાગે છે.' ૧. સમ.૨૨. પ.પભાસ સુરટ્ટ દેશને સ્પર્શતા સમુદ્રના કિનારા ઉપર આવેલું તીર્થસ્થાન જેમના મૃત શરીરો દરિયાકિનારે તરતાં તરતાં આવ્યાં હતાં તે પંડુરોણની બે પુત્રીઓ મતિ અને સુમતિ (૩)ની મોક્ષપ્રાપ્તિને ઉજવવા આ સ્થાને લવણ સમુદ્રના ઇન્દ્ર રોશની કરી હતી તે ઉપરથી તેનું નામ પભાસ પાડવામાં આવ્યું હતું. મતિ અને સુમતિએ સેતુંજપર્વતની યાત્રા માટે પ્રયાણ કર્યું હતું પરંતુ રસ્તામાં તેમનું વહાણ ડૂબી ગયું.' આ પભાસની યાત્રાએ આવેલા યાત્રીઓ સંખડીમાં (નાતની ઉજાણીમાં ભાગ લેતા હતા. જુઓ પભાસતિત્ય અને પહાસ. ૧. આવયૂ.૨.પૃ.૧૯૭, સ્થા. ૧૪૨. ૨. બૃભા.૩૧૫૦, બૃ.૮૮૪. ૬. પભાસ એક સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત સાગરોપમ વર્ષનું છે, તેમને સાત હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે અને તેઓ સાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy