SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ મોક્ષ પામ્યા.પૂર્વભવમાં તે લલિય હતા.' ૧. વિશેષા.૧૭૬૬, તીર્થો.પ૬૭, 1 ૪. એજન.૪૦૬, ૪૧૪. આવમ.પૃ. ૨૩૭, ૨૩૯-૪૦. ૫. નામમાં ગોટાળો છે. તીર્થો. ૬૦૬, સમ. ૨. આવનિ. ૪૦૮-૪૧૧. ૧૫૮. ૩. એજન.૪૦૩, ૮. સુદેસણ રાયગિતના શ્રેષ્ઠી. અજુણ(૧) માળીએ ભય ઊભો કર્યો હોવા છતાં તે તિર્થીયર મહાવીરને વંદન કરવા ગયા. વધુ વિગત માટે જુઓ અજુણ(૧). ૧. અત્ત. ૧૩, ઉત્તરાશા.પૃ.૧૧૩. ૯. સુદંસણ ચંપા નગરના શ્રેષ્ઠી અને શ્રમણોપાસક. મિત્તવતી તેમની પત્ની હતી. તે નગરની રાણી અભયાને સુદંસણ તરફ ભારે આકર્ષણ હતું. પણ સુદંસણે પોતાના જીવના જોખમે પણ રાણીની સંભોગની માગણી સ્વીકારી નહિ કેમ કે એવું અનૈતિક કાર્ય સ્વદારસંતોષવ્રતની વિરુદ્ધ હતુ. ૧. આવયૂ.૨,પૃ.૨૭૦, આચા,પૃ.૨૭૫, ૩૧૫, આવ.પૃ.૨૭, ભક્ત.૮૧, આચાશી. પૃ. ૨૭૯, ઉત્તરાક.પૃ.૪૪૨. ૧૦. સુદંસણ સોગંધિયા નગરના શ્રેષ્ઠી. પહેલાં તે પરિવ્રાજક સુચના ઉપાસક હતા પણ પછી તે શ્રમણ થાવસ્ત્રાપુત્તના ઉપાસક (શ્રાવક) બની ગયા.' ૧. જ્ઞાતા.૫૫. ૧૧. સુદંસણ પુત્થીના પિતા અને ચક્રવટ્ટિ બંભદત્તના સસરા. ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા પૃ.૩૭૯. ૧૨. સુદંસણ રાયગિહના ગૃહસ્થ. પિયા તેની પત્ની હતી. ભૂયા(૧) તેમની પુત્રી હતી. ૧. નિર.૧.૧. ૧૭. સુદંસણ વાણિયગામના શ્રેષ્ઠી. તે દૂઈપલાસ ચૈત્યમાં તિર્થીયર મહાવીરને વંદન કરવા ગયા, તેમણે મહાવીર પાસે દીક્ષા લીધી. પાંચ વર્ષના શ્રામયપાલન પછી તે વિપુલ પર્વત ઉપર મોક્ષ પામ્યા. પહેલાં જ્યારે તે શ્રમણોપાસક હતા ત્યારે તેમણે મહાવીરને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા અને મહાવીરે ઉત્તરો આપતી વખતે સુદંસણના પૂર્વભવને અર્થાત્ મહબ્બલ(૧)ના જીવનવૃત્તને કહ્યો હતો. ૧. અન્ત.૧૪, ૨. ભગ.૪૨૪-૩૨,૬૧૭,આવયૂ.પૃ.૩૬૮, ઉત્તરાક પૃ.૩૫૨. ૧૪. સુદંસણ અંતગડદાસાનું પાંચમું અધ્યયન. વર્તમાનમાં તે અંતગડદસાના છઠ્ઠા વર્ગનું દસમું અધ્યયન છે. ૨ ૧. સ્થા.૭૫૫, સ્થાઅ.પૃ.૫૯. ૨. અા .૧૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy