SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૯ પડુસેણ (પાર્ટુસેન) પાંચ પંડવનો પુત્ર. તેની માતા દોવઈ હતી. તેનાં માતાપિતાએ શ્રામણ્યની દીક્ષા લીધા પછી તે પડુમહુરાનો રાજા બન્યો.' ૧. જ્ઞાતા.૧૨૮, આવયૂ.૨,પૃ.૧૯૭, આવહ.પૃ.૭૦૯. ૧. પંથગ (પન્થક) સેલગપુરના રાજા સેલગના પાંચ સો મંત્રીઓમાં મુખ્ય મંત્રી. રાજા સાથે તેણે પણ સંસારનો ત્યાગ કર્યો. એક વાર જ્યારે રાજા શિથિલાચારી બન્યો ત્યારે તેણે રાજાને શ્રમણપણાની મૂળ સ્થિતિએ પાછો વાળ્યો.' ૧. જ્ઞાતા.૫૫થી, સમઅ.પૃ.૧૧૮. ૨. પંથગ રાયગિહનગરના શેઠ ધણ(૧૦)નો સેવક ૧. જ્ઞાતા.૩૪. ૩. પંથગ ચંપા નગરીની જોઇજસાનો પુત્ર.' ૧. આવનિ.૧૨૮૮, આવહ ૭૦૪. ૪. પંથગ ણાગજસાનો પિતા અને ચક્કવટ્ટિ બંભદત્ત(૧)નો સસરો.' ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. પંચય (પન્થકજુઓ પંથગ." ૧. જ્ઞાતા.૩૪. પંસુલિઆ (પાંશુકૂલિક) ભિક્ષુઓનો એક વર્ગ." એમ લાગે છે કે તેઓ ધૂળના ઢગલાઓ ઉપર પડેલાં ચીંથરાંઓ વીણી સીવી કપડાં બનાવી પહેરતા હતા. આ પ્રથા બૌદ્ધ ભિક્ષુઓમાં પ્રચલિત હતી. ૧. આચાચૂ.પૃ. ૨૫૭. ૧.પંસુમૂલિય (પાંશુમૂલિક) કાલિકેય જેવો દેશ.' ૧. આવચૂ.૧પૃ.૧૬૨, આવમ.પૃ.૨૧૫. ૨. પંસુમૂલિય કદાચ પંસુલિઆ માટેનો ખોટો પાઠ.' ૧. આચાર્પૃ.૨૫૭. પપ્પ (પ્રકલ્પ) હિસીહનું બીજું નામ.૧ ૧. નિશીયૂ.૧.પૂ.૧, જીતભા.૨૬૫, વ્યવભા.૫.૧૨૨, ૧૦.૩૪૫. પક્કણ (પફવણ) એક અણારિય (અનાય) દેશ." તેની એકતા પામીરની તરત ઉત્તરે આવેલ ફરઘાના સાથે સ્થાપવામાં આવી છે. ૧. પ્રશ્ન-૪, પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩, ભગ.૩૮૦, ભગઅ.પૃ.૪૬૦. ૨. લાઇ.પૃ.૩૬૪. પખિ (પક્ષિન) વિયાહપત્તિના સાતમા શતકનો પાંચમો ઉદ્દેશક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy