SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ઉદાયણ(૨)નો મિત્ર તેમ જ પ્રધાન રાજપુરોહિત હતો. તે રાજાનો એટલો બધો વિશ્વાસ હતો કે તે અન્તઃપુરમાં પણ વિના રોકટોક જઈ શકતો. એક વાર તેને રાણી પઉમાવઈ (૯) સાથે પ્રેમ થઈ ગયો અને તેણે તેની સાથે સંભોગસુખ પણ માણ્યું. રાજાએ તેને કામક્રીડા કરતા પકડી પાડ્યો અને તેને અનેક પ્રકારનો ત્રાસ આપ્યા પછી ફાંસીએ ચડાવી દીધો. અનેક જન્મો અને મરણો પછી તે મહાવિદેહમાં મોક્ષ પામશે.' તેના પૂર્વભવ માટે જુઓ મહેસરદત્ત. ૧. વિપા.૨૫. વાઈલ (વાતુલ) તિર્થીયર મહાવીર ઉપર હુમલો કરનાર, પાલગ(૬) ગામનો શેઠ.' ૧. આવયૂ.૧.પૂ.૩૨૦, આવનિ.પર૩, આવમ.પૃ.૨૯૬-૯૭, વિશેષા. ૧૯૭૮. ૧. વાઉ (વાયુ) સાઈ(૨) નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ.' ૧.જબૂ.૧૫૭, ૧૭૧. ૨. વાઉ સક્ક(૩)ના હયદળનો સેનાપતિ.' ૧. સ્થા.૪૦૪. ૩. વાઉ વિયાહપષ્ણત્તિના સત્તરમા શતકમાં આ નામના ત્રણ ઉદ્દેશકો છે – દસમું, અગિયારમું અને સોળમું." ૧. ભગ.પ૯૦. ૪. વાઉ ત્રીસ મહત્તમાંનું એક.' ૧. સમ.૩૦, સૂર્ય.૪૭, જખૂ. ૧૫૨. ૫. વાઉતિર્થંકર પાસ(૧)ના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.' ૧. ઋષિ.૩૦, ઋષિ(સંગ્રહણી). વાઉકુમાર (વાયુકુમાર) ભવણવાસી દેવોનો એક ભેદ. વાઉકુમાર દેવોના છન્નુ લાખ ભવનો છે. તેમના બે ઇન્દ્રો છે – વેલંબ(૧) અને પભંજણ(૩). પ્રત્યેક ઇન્દ્રને ચાર લોગપાલ છે– કાલ(૭), મહાકાલ(૮), અંજણ(પ) અને રિટ્ટ(૪). વાઉકુમાર દેવો અને દેવીઓ સક્ક(૩)ના લોગપાલ સોમ(૧)ના આધિપત્ય નીચે છે.* ૧. પ્રજ્ઞા.૨૮, અનુ.૧૨૨, જીવા.૧૧૪, ૩. ભગ.૧૬૯, સ્થા. ૨૫૬. ૧૧૫, ઉત્તરા. ૩૬૨૦૪. ૪. ભગ.૧૬૫, ૧૮૦, ૬૧૪. ૨. સમ.૯૬. વાઉત્તરવહિંસગ (વાતોત્તરાવતંસક) સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પાંચ સાગરોપમ વર્ષનું છે, તે દેવો પાંચ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને પાંચ હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે. આ વાસસ્થાન વાય(૨) જેવું જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy