SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૮૩ વઈદિસિ (વિદિશા)'જુઓ વદિસ.' ૧. આવયૂ. ૨ પૃ.૧૫૬ . વઈદેહિ (વૈદેહિ) વિદેહ(૨)ના રાજા ણમિ(૨)નું બીજું નામ ' ૧. ઉત્તરા.૯.૬૧, ૧૮.૪૫. ૧. વઈર(વૈર) વજ્જ(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૧૩. ૨. વર (વજ અથવા વૈર) અવંતિ દેશના તુંબવણ સંનિવેશના શેઠ ધણગિરિ(૨)ના પુત્ર. સુણંદા(૧) તેમની માતા હતી અને આર્ય સમિય તેમના મામા હતા. તેમના પિતાએ સંસારનો ત્યાગ કર્યા પછી તેમનો જન્મ થયો હતો. તેમણે પોતે પણ સંસારનો ત્યાગ કર્યો હતો અને તે આચાર્ય સીહગિરિ(૩)ના શિષ્ય બન્યા હતા. પૂર્વભવમાં તે વેસમણ દેવ હતા અને તેમની મુલાકાત ઇંદભૂઇ ગોયમ(૧) સાથે થઈ હતી. વઈરને બાળપણની શરૂઆતમાં જ આ પ્રસંગનું સ્મરણ થતાં તેમને સંસારનો ત્યાગ કરી શ્રમણ બનવાની પ્રબળ ઇચ્છા થઈ. છેવટે આઠ વર્ષની ઉંમરે આચાર્ય સીહગિરિએ તેમને દીક્ષા આપી. ભદ્દગુરૂ આચાર્ય પાસે દિઠ્ઠિવાય શીખવા માટે તેમને ઉજેણી મોકલવામાં આવ્યા. ત્યાં તે આ ગ્રન્થ (કેવળ દસપુલ્વે) ભણ્યા અને પછી પોતાના ગુરુ પાસે પાછા આવ્યા. સીહગિરિના મૃત્યુ પછી શ્રમણસંઘના નાયક તે બન્યા. તેમણે એક સ્થાનથી બીજા સ્થાને જવા ઘણો વિહાર કર્યો અને તેમણે પાડલિપુત્ત, ઉત્તરાવહ, પુરિયા, મહેસરી, આભીર(૧), દખિણાવહ વગેરે સ્થાનોની મુલાકાત લીધી. તેમના જીવનમાં ઘણી ચમત્કારી ઘટનાઓ બની હતી. તેમને ત્રણ મુખ્ય શિષ્યો હતા – વઈરસેણ(૩), પઉમ(૧૨) અને રહ. તેમના પછી તેમની પાટે વરસેણ આવ્યા. તેમનું મૃત્યુ રહાવા પર્વત ઉપર થયું. “દસ પુત્ર જાણનાર તે છેલ્લા હતા.' આવસ્મયણિજુત્તિના કર્તા તેમનું આદરપૂર્વક સ્મરણ કરે છે. તેમના સમય સુધી ચાર અનુયોગ પૃથફ ન હતા. આચાર્ય રખિય(૧)એ તેમને પૃથફ કર્યા. કહેવાય છે કે નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિ પ્રકારની ટીકાઓમાં નવો પ્રાણ પૂર્યા પછી વઈરે મૂળ આગમગ્રંથોમાં પંચમંગલોને દાખલ કર્યા.વાંર પાસેથી રખિઅ નવ પુત્વથી કંઈક વધારે શીખ્યા હતા. ૧. આવ.૧પૃ.૩૮૧-૪૦૬, ૫૪૩, ૬૨, ૯૭, નદિમ. પૃ. ૧૬૭, કલ્પવિ. આવનિ.૭૬૫થી ૯૪૪, ૧૧૮૮, પૃ. ૨૬૨થી, ભગઅ.પૃ.૫૮૬,૬પ૪. : વિશેષા.૨૭૭૪-૮૧, નિશીયૂ. ૩. [૨. કલ્પ અને કલ્પવિ.પૃ.૨૬૩. પૃ.૪૨૫, ઓપનિ.૪૫૬, નિશીભા. [૩. એજન. ૨૫૪-૫૫, કલ્પશા.પૃ. ૨૦૪. ૩૨, આચાચે.પૃ.૨૪૭, દશર્ચ.પૃ. ૪. આવયૂ. ૧.પૃ.૪૦૫,મર.૪૬૮-૭૩, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy