SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આનિ.૪૧૧, સ્થા.૬૭૨, તીર્થો.૬૦૨. પરંતુ સમ.૧૫૮ અનુસાર તે ચોથા વાસુદેવ અને ચોથા બલદેવના પિતા છે. રુદઅ (રુદ્રક) કોસિઅ(૪)ના બે શિષ્યોમાંનો એક. તે બહુ વિચક્ષણ હતો.પૂર્વજીવનમાં તેણે થોડા બળતણ માટે જોગજસા ગોવાળણનું ખૂન કર્યું હતું. પરંતુ પછીથી તે પત્તેયબુદ્ધ બન્યા.૧ ૧. આવચૂ.૨.પૃ.૧૯૩, આનિ.૧૨૮૮, આવહ.પૃ.૭૦૪. રુદ્દપુર (રુદ્રપુર) ચક્કવિટ્ટ બંભદત્ત(૧) આ નગરમાં આવ્યા હતા. આ નગરના રાજા વિસાહદત્તે પોતાની પુત્રીને બંભદત્ત સાથે પરણાવી હતી. ૧. ઉત્તરાનિ.પૃ.૩૮૦. રુદ્દસેણ (રુદ્રસેન) ઇન્દ્ર ધરણના પાયદળનો સેનાપતિ. તે ભદ્દસેણ(૧) નામે પણ જાણીતો હતો.૧ ૧. આચૂ.૧.પૃ.૧૪૬, સ્થા.૫૮૨. રુદસોમા (રુદ્રસોમા) દસપુરના સોમદેવ(૩)ની પત્ની અને આચાર્ય રખિય(૧) અને ફગ્ગરખિયની માતા.૧ ૧. આવચૂ.૧.પૃ.૩૯૭,૪૦૧, આવિન.૭૭૬, વિશેષા.૨૭૮૭, ઉત્તરાનિ, અને ઉત્તરાશા.પૃ.૯૬-૯૭. રુપ્પ (રૂપ્ય) રુપ્તિ(૭) ગહનું બીજું નામ. ૧. સૂર્ય ૧૦૭. રુપ્પફૂડ (રૂકૂટ) ૧. સ્થા.૬૪૩. આ અને રુપ્પકૂલા(૧) એક છે. ૧. રુપ્પકૂલા (રૂપ્યકૂલા) રુપ્પિ(૪) પર્વતનું શિખર.૧ ૧. જમ્મૂ.૧૧૧, સ્થા. ૬૪૩. ૨. રુપ્પકૂલા રુપ્પિ(૪) પર્વત ઉપર આવેલા મહાપુંડરીય સરોવરના ઉત્તર દ્વારમાંથી નીકળતી મોટી નદી. તે પશ્ચિમ તરફ હેરણવય(૧)માં વહે છે. ૧. જમ્મૂ.૧૧૧, સમ.૧૪, સ્થા.૫૨૨. ૩. રુપ્પકૂલા વાચાલમાં વહેતી એક નદી.' આ અને રુપ્પવાલુગા એક છે. ૧. આવચૂ.૧.પૃ.૨૭૭, આવનિ.પૃ.૨૭૨, કલ્પવિ.પૃ.૧૫૮, ૧૬૩. રુપ્પણાભ (રૂપ્યનાભ) પભંકરા(૪)નગરના પુરોહિતનો અનન્તર ભાવી જન્મ. તેનું બીજું નામ સુબાહુ(૨) છે. ૧. આવચૂ.૧.પૃ.૧૭૯-૧૮૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy