SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૪૫ ૧. નન્દ.૪૨, નદિમ.પૃ.૧૯૪, અનુ.૨૫,૪૧, અનુહે.પૃ.૨૮,૩૬, દશચૂ.પૃ.૧૦૯, ૨૩૭, આચાચૂ.પૃ.૧૭૮, ૧૯૩, સૂત્રચૂ.પૃ. ૩૫૩. ૨. અનુ. ૨૫, અનુહે.પૃ.૨૮. રાય (રાજ) અક્યાસી ગહમાંનો એક ગહ 'જુઓ રાયગલ. ૧. સૂર્ય. ૧૦૭, સૂર્યમ.પૃ.૨૯૫, જબૂશા પૃ.૫૩૫. રાયગિહ (રાજગૃહ) જંબુદ્દીવના દાહિણદ્ધભરતમાં આવેલું નગર. તે આરિયા (આર્ય) દેશ મગહનું પાટનગર હતું. ૧ણાલંદા તેનું ઉપનગર હતું. મગહના પ્રાચીન પાટનગર કુસગ્ગપુરથી એક ક્રોશના અંતરે રાજા પાસેણઈ(પ)એ રાયગિહની સ્થાપના કરી હતી, તેને વસાવ્યું હતું. તેનાં ત્રણ જૂનાં નામો હતાં – ઉસભપુર(૧), ચણગપુર અને ખિતિપટ્ટિા (૨).*રાયગિહની પાસે એક મોટું વન આવેલું હતું.“રાયગિહના પરિસરમાં મંડિયફચ્છિ, ગુણસીલ, મુગરપાણિ અને મણિનાગનાં ચૈત્યો, પુખારામ”, ણીલગુહા", પુષ્કકરંડા(ર) અને સુભૂમિભાગ(૩)૧૩ ઉદ્યાનો અને મહાતવોવતીર નામનો ગરમ પાણીનો ઝરો આવેલાં હતાં. રાયગિહની દક્ષિણે ચોરલૂટારાને છુપાઈ જવાનું સ્થાન સીહાગુહા આવેલી હતી."રાયગિહમાં જગતના વિવિધ મુલકોના વેપારીઓ વેપાર કરવા આવે એવું પચરંગી બજાર (કુત્તિયાવણ) હતું.” રાયગિહમાં સાલ વૃક્ષની પૂજા કરવાની પ્રથા હતી. તે તિસ્થયર મુણિસુવય(૧)નું જન્મસ્થાન હતું. તેમણે પ્રથમ પારણું અહીં કર્યું હતું. ૧૯ વાસુદેવ(૧) પુરિસસીહે પોતાના પૂર્વભવમાં સંકલ્પ (નિદાન) આ નગરમાં કર્યો હતો. તિર્થીયર પાસ(૧) અહીં આવ્યા હતા અને અનેકને દીક્ષા આપી હતી. ૨૧ ચક્કટ્ટિ બંભદત્ત(૧) પણ આ નગરમાં આવ્યા હતા. ૨૨ સહદેવ(૨)ના પિતા જરાસંધે અહીં રાજ કર્યું હતું. ૨૩ જરાસંધને મગહસેના, મગહસુંદરી અને મગહસિરી જેવી પ્રસિદ્ધ ગણિકાઓ હતી. ૨૪ તિર્થીયર પાસના જીવનકાળમાં આ નગરમાં રાજા જિયg(૧૫) રાજ કરતો હતો. રાયગિહનો રાજા સેણિઅ(૧) તિસ્થયર મહાવીરનો સમકાલીન હતો. રાજા પજ્જોયે એક વાર આ નગર ઉપર આક્રમણ કર્યું હતું. ર૭ કાલોદાયિ, સેલોદાયિ વગેરે જેવા અજૈન વિચારકોની પ્રવૃત્તિઓનું સ્થાન આ નગર હતું.૮ તિવૈયર મહાવીરે રાયગિહ અને તેના ઉપનગર ણાલંદામાં કુલ ચૌદ ચોમાસાં કર્યાં હતાં. ઉપરાંત મહાવીર વારંવાર તે બન્ને સ્થાનમાં આવતા હતા. ૨૯ મહાવીરના અગિયાર ગણધરો રાયગિહમાં મોક્ષ પામ્યા હતા.૩૦ મહાવીરે રાયગિહમાં સેણિયના પુત્રો જાલિ(૪), દીહસન(૩) વગેરેને", સેણિયની પત્નીઓ ગંદા(૧), Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy