SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩. મિયાપુત્ત સુગ્ગીવ(૪) નગરના રાજા બલભદ્ર અને રાણી મિયા(૨)ના પુત્ર બલસિરી(૩)નું બીજું નામ. ૧. ઉત્તરા.૧૯.૨, ઉત્તરાનિ.પૂ.૪૫૦, ઉત્તરાશા પૃ.૪૫૧. મિયાપુત્તિજ્જ (મૃગાપુત્રીય) ઉત્તરસૂઝયણનું ઓગણીસમું અધ્યયન.' આ અને મિયચારિયા એક જ છે. ૧. ઉત્તરાયૂ.પૃ.૨૫૦, ઉત્તરાનિ.પૃ.૪૫૦. ૧. મિયાવઈ (મૃગાવતી) કોસંબીના રાજા સયાણીયની પત્ની, વેસાલીના રાજા ચેડગની પુત્રી અને ઉદાયણ(૨) રાજકુમારની માતા. ઉજ્જણીના રાજા પજ્જોયે મિયાવઈને વશ કરી તેની સાથે લગ્ન કરવા માટે સયાણીય ઉપર આક્રમણ કર્યું. પરંતુ પોતાના સગીર વયના પુત્ર ઉદાયણને પાછળ મૂકી સયાણીય તો મૃત્યુ પામ્યા. મિયાવઈએ રાજકીય કુનેહ અને યુક્તિ અજમાવી. તેણે પોયને વિશ્વાસમાં લીધો અને ખંડિયા રાજાઓના આક્રમણના ભયથી પોતાના રાજયનું અને પુત્રનું રક્ષણ કરવામાં સહાય કરવા તેને વિનંતી કરી. પજ્જોયે તેની વિનંતી સ્વીકારી. મિયાવઈના હાથ વધુ ને વધુ મજબૂત થતા ગયા. આમ મિયાવઈએ પોતાના શીલને જાળવ્યું, રાજ્યનું રક્ષણ કર્યું અને પુત્રને બચાવ્યો. એક દિવસ ઉદાયણને કોસંબીના રાજા તરીકે થાપી તેણે તિત્થર મહાવીર પાસે દીક્ષા લઈ લીધી. તેણે ચંદણા(૧)ની આજ્ઞામાં રહી શ્રમણ્યનું પાલન કર્યું. એક વાર તિર્થીયર મહાવીર જ્યાં પ્રવચન કરી રહ્યા હતા તે ધર્મસભામાં પ્રવચન સાંભળવા ગઈ પરંતુ દિવસના અજવાળામાં વખતસર તે પાછી ફરી શકી નહિ કારણ કે તેને એ ભાન ન રહ્યું કે ત્યાં સભામાં જે પ્રકાશ દેખાતો હતો તે તો તિસ્થયરને વંદન કરવા આવેલા સૂરિય(૧) તેમજ ચંદ(૧)નો હતો. તેથી ચંદણાએ તેને ઠપકો આપ્યો. પરિણામે તેને એટલો બધો પશ્ચાત્તાપ થયો કે તેનાં આવરણરૂપ કર્મો નાશ પામી ગયાં અને તે જ રાતે તેને કેવલજ્ઞાન થયું. ૧. આવયૂ. ૧.૫.૮૮, ૩ ૧૭, ૩૨૦, ૨. પૃ. ૧૬૪, વિપા. ૨૪, ભગ. ૪૪૧, આવનિ ૫૨૦-૨૨, વિશેષા. ૧૯૭૬, આવ.પૃ. ૨૮. ૨. આવયૂ.૧.પૂ.૮૮થી, વિશેષાકો.પૃ.૩૩૨. ૩. આવચૂ. ૧.પૃ.૬૧૫, આવનિ. ૧૦૫૫, દશચૂપૃ.૫૦, નિશીભા. ૬૬૦૬, ભક્ત. ૫૦, વ્યવસ.૩.પૃ.૩૪, સ્થાઅ.પૃ. ૨૫૮. ૨. મિયાવઈ પોયણપુરના રાજા રિવુપડિસત્તની પુત્રી તેમજ પત્ની અને વાસુદેવ તિવિટ્ટ(૧)ની માતા.૧ જુઓ પયાવઈ (૧). ૧. આવચૂ.૧.પૃ.૨૩૨, આવનિ.૪૪૮, વિશેષા.૫૬ ૮, સમ.૧૫૮, કલ્પધ પૃ.૩૮. મિયાવતી (મૃગાવતી) જુઓ મિયાવઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy