SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૮૩ સમકાલીન હતા. તેમની ઊંચાઈ સાત રત્નિ હતી. તેમનો વર્ણ તપ્ત સુવર્ણના વર્ણ જેવો હતો. તે ણાય(૨) કુળના હતા. - જ્યારે વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના ચોથા અર દૂસમસુસમાનો ઘણો કાળ વ્યતીત થઈ ગયો હતો અને માત્ર પંચોતેર વર્ષ અને સાડા આઠ મહિના જ બાકી રહ્યા હતા ત્યારે આષાઢ મહિનાના શુક્લપક્ષની છઠ્ઠના દિને જે સમયે ચન્દ્ર હત્યુત્તરા નક્ષત્ર સાથે લગ્ન હતો તે સમયે મહાવીર પુષ્કૃત્તર સ્વર્ગીય વાસસ્થાનમાંથી અર્થાત્ વિમાનમાંથી દેવાયુષ્ય પૂર્ણ થતાં ઍવ્યા અને જંબુદ્દીવના ભારહ ક્ષેત્રના દક્ષિણાર્ધમાં આવેલા કુડપુર સંનિવેશના દક્ષિણના બ્રાહ્મણ ભાગમાં વસતા બ્રાહ્મણ ઉસભદત્ત(૧)ની પત્ની દેવાણંદા(૨)ની કૂખમાં તેમણે ગર્ભનું રૂપ ધારણ કર્યું. તે વખતે તે ત્રણ પ્રકારનાં જ્ઞાન ધરાવતા હતા. પ્રસ્તુત પ્રસંગની બાબતમાં તે જાણતા હતા કે તેમણે અવવાનું છે, તે જાણતા હતા કે તેમણે ચ્યવન કરી લીધું છે, પરંતુ તે જાણતા ન હતા કે તે ઍવી રહ્યા છે કારણ કે ચ્યવનકાળ અત્યન્ત ટૂંકો અર્થાત્ સૂક્ષ્મ હતો. તે રાતે દેવાણંદાએ સ્વપ્નમાં નીચેની ચૌદ વસ્તુઓ દેખી – હાથી, વૃષભ, સિંહ, અભિષેક, માલા, ચન્દ્ર, સૂર્ય, ધ્વજ, કુંભ, પદ્મસરોવર, સાગર, દેવવિમાન, રત્નરાશિ અને અગ્નિ. ૧૦ પછી દેવેન્દ્ર સક્ક(૩)ના મનમાં નીચે પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો. અહંતુ, ચક્રવટ્ટિ, બલદેવ(૨) કે વાસુદેવ(૧) હલકા કુળમાં, નીચ કુળમાં, ભ્રષ્ટ કુળમાં, ગરીબ કુળમાં, દીન કુળમાં, યાચક કુળમાં કે બ્રાહ્મણ કુળમાં જન્મ લે એવું કદી ભૂતકાળમાં બન્યું નથી, વર્તમાનમાં બનતું નથી અને ભવિષ્યમાં બનશે પણ નહિ. તેઓ સદા ઉગ્ન કુળમાં, ભોગ કુળમાં, રાઈષ્ણ કુળમાં, ઈફખાગ(૨) કુળમાં, ખત્તિઓ કુળમાં, હરિવંસ(૧) કુળમાં કે આવાં બીજાં કુળોમાં જન્મ લે છે. આ તો એક આશ્ચર્ય છે કે તિર્થીયર મહાવીરે દેવાણંદા બ્રાહ્મણીની કૂખમાં ગર્ભનું રૂપ ધારણ કર્યું. ૧૧ એટલે પછી સક્કે પાયદળના સેનાપતિ હરિભેગમેલી દેવને બોલાવ્યો અને તેને કુડપુર સંનિવેશના ઉત્તરના ક્ષત્રિય ભાગમાં વસતા ખત્તિઅ સિદ્ધત્થ(૧)ની પત્ની તિસલાની કૂખમાં રહેલા ગર્ભને ઉપાડીને દેવાણંદાની કૂખમાં મૂકવાનો અને દેવાણંદાની કૂખમાં રહેલા ગર્ભને ઉપાડીને તિસલાની કૂખમાં મૂકવાનો હુકમ કર્યો. હરિસેગમેસીએ હુકમ મુજબ કામ કર્યું. ૧૨ આ ઘટના પણ (વ્યાસી દિવસ પછી) આશ્વિન મહિનાના કૃષ્ણપક્ષની તેરસના દિવસે જે સમયે ચન્દ્ર હત્યુત્તરા નક્ષત્ર સાથે લગ્ન હતો તે સમયે બની. ૧૫ ઘવીરને ત્રણ પ્રકારનું જ્ઞાન હતું. તે જાણતા હતા કે તેમનું સ્થળાંતર કરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy