SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ આપી હતી. વીસ વર્ષ શ્રામાણ્ય પાળ્યા પછી તે મોક્ષ પામી. ૧. અત્ત. ૧૬. ૧. મરુદેવી કુલકર ણાભિની પત્ની અને તિર્થીયર ઉસભ(૧)ની માતા.૧ તિર્થીયર ઉસભે તીર્થની સ્થાપના કરી તે પહેલાં પોતાના પૌત્ર ભરહ(૧) સાથે ઉસભને મળવા માટે હાથી ઉપર બેસીને જતી મરુદેવીને કેવળજ્ઞાન થયું અને તે મોક્ષ પામી. જે જન્મમાં તેને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું તે જ જન્મમાં તે મોક્ષ પામી. વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં સૌપ્રથમ મોક્ષે જનાર મરુદેવી હતી." ૧. સ. ૧૫૭, સ્થા. ૨૩૫,૫૫૬,તીર્થો. | ૩. આવચૂ.૧પૃ.૧૮૧, ૨,પૃ.૨ ૧૨, વિશેષા. ૭૯,૪૬૫,જબૂ. ૩૦, કલ્પ.૨૦૬, | ૧૫૭૯, ૧૭૨૫, આવનિ,૩૪૪, કલ્પવિ. આવનિ. ૧પ૯, ૧૬૬, ૧૭૦,વિશેષા.| પૃ.૨૪૦, કલ્પ.પૃ.૧૫૭. ૧૫૭૨,૧૫૮૪, ૧૬૪૬, ૩૮૪૦. | ૪. આવચૂ..પૃ.૪૮૮. ૨. નન્દિમ.પૃ.૧૩૦,ઉત્તરાશા .પૃ. ૬૭૮, ૫. એજન.પૃ. ૧૮૧. પ્રજ્ઞાહ.પૃ. ૧૦. ૨. મરુદેવી વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં એરવય(૧) ક્ષેત્રમાં થયેલા ઓગણીસમાં તિસ્થયર.૧ જુઓ મરુદેવ(૧). ૧. તીર્થો.૩૩૦. મરુય (મરુત) એક અણારિય (અનાર્ય) દેશ અને તેની પ્રજા. ૧વીઇભયથી ઉજેણીના માર્ગમાં આ દેશ આવતો હતો. આ દેશમાં પાણીની તંગી હતી. આ દેશ અત્યંત રેતાળ હતો અને મુસાફરોને માર્ગદર્શન માટે જમીનમાં લાકડાના ખૂટાઓ ખોડેલા હતા. મર્યની એકતા રાજપુતાનામાં (રાજસ્થાનમાં) આવેલા મારવાડ પ્રદેશ સાથે સ્થાપવામાં આવી છે.' ૧.પ્રજ્ઞા. ૩૭, પ્રશ્ન. ૪, બુક્ષે ૭૫૯. | ૩. સૂત્રશી.પૃ.૧૯૬. ૨. આવ.૧.પૂ. ૪૦,આવહ પૃ. | ૪. જિઓડિ.પૂ.૧૨૭, સ્ટજિ.પૃ. ૧૨, ૨૬. ૪૮૬. મર્યવંસ (મૌર્યવંશ) નંદ (૧) રાજાઓ પછી રાજ કરનારો વંશ. આ વંશના રાજકાળથી ધીમે ધીમે ક્રમશઃ ચૌદ પુત્ર ગ્રન્થનો વિચ્છેદ થતો ગયો.' ૧. તીર્થો દ૨૧, ૮૦૪. ૧. મલય એક આરિય(આર્ય) દેશ અને તેની પ્રજા. તેની રાજધાની હતી ભદ્દિલપુર.૧ મલયની એકતા બિહારમાં પટનાની દક્ષિણે અને ગયાની દક્ષિણ પશ્ચિમે આવેલા પ્રદેશ સાથે સ્થાપવામાં આવી છે. ૧. પ્રજ્ઞા. ૩૭, સૂત્રશી પૃ.૧૨ ૩, ભગ.૫૫૪, અનુ.પૃ.૧૫. ૨. શ્રભમ.પૃ. ૩૮૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy