SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ દરિયાના ઊંડા ખેડાણ “જિન આગમ અને જૈન સાહિત્યના સાગરનો પાર, અલ્પબુદ્ધિ આપણે ક્યાંથી પામી શકવાના? શ્રુત સાગરમાં ડૂબકી માર્યા વગર તેનું મંથન કર્યા વિના, આગમ સાહિત્યના અમૃતને, રત્નોને, રહસ્યોને ક્યાંથી જાણી શકવાના?” જૈન સાહિત્યના બૃહદ્ ઇતિહાસના પ્રથમ ભાગ “અંગઆગમ”ની પ્રસ્તાવનામાં ચિંતવેલા ઉપરોક્ત વિચારો જાણે અહીં પુનઃ નવું રૂપ ધારણ કરે છે. આ ગ્રંથ “જૈન આગમોમાં આવતા પ્રાકૃત વિશેષનામોનો કોશ” આગમરૂપી દરિયાની આવી એક ખેપ છે. પીસ્તાલીસેય આગમ ગ્રંથો અને તે પરના ટીકાગ્રંથોમાં આવતા સંજ્ઞાવાચક નામો અર્થાત વ્યક્તિવિશેષો– તીર્થકર, ચક્રવર્તી, ગણધર, ઋષિ, ઉપાસક, ઉપાસિકા, શ્રમણ, શ્રમણી, રાજા, રાણી, રાજકુમાર, મંત્રી, શેઠ, શેઠાણી, ગણિકા- નાં નામો; દેવ, દેવી, યક્ષ, ચૈત્ય ઇત્યાદિનાં નામો; ઉદ્યાન, સરોવર, નગર, ગામ, સન્નિવેશ ઇત્યાદિ ભૌગૌલિક સ્થળોનાં નામો; ગણ, ગચ્છ, કુળ, ગોત્ર, જાતિ, પંથ ઇત્યાદિનાં નામો; સમુદ્રો, નદીઓ ઈત્યાદિનાં નામોનો અકારાદિ ક્રમે ઉલ્લેખ અને સાથે સાથે તે તે નામ વિષયક સંક્ષિપ્ત માહિતી આ કોશમાં આપવામાં આવી છે. આનાથી આપણને આ વિશેષનામ વિશે પૌરાણિક, ઐતિહાસિક, ભૌગોલિક, સામાજિક અનેક પ્રકારની માહિતી પ્રાપ્ત થાય છે. જૈન સાહિત્યના સંશોધકોને જ મારા નહિ પરંતુ સામાન્યજનોને પણ આ ગ્રંથ દ્વારા અનેકવિધ વિશિષ્ટ વિગતો જાણવા મળશે. પ્રસ્તુત ગ્રંથ મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત થયેલ. તેનો ગુજરાતી અનુવાદ ડૉ. નગીનભાઈ શાહે કર્યો છે. પ્રથમ ભાગમાં અ થી ન સુધીના અક્ષરોથી શરૂ થતાં નામો આપવામાં આવ્યા છે. આ દ્વિતીય ભાગમાં ૫ થી ૭ સુધીના અક્ષરોથી શરૂ થતા નામોનો સમાવેશ થાય છે. આ વિશેષનામો આગમોની મૂળ ભાષા અર્ધમાગધી પ્રાકૃતમાં જ હોય તેમ ગુજરાતી લિપિમાં મૂકવામાં આવ્યા છે. આ વિશેષનામો સાથે સાથે તેમની સાથે સંકળાયેલી વિશિષ્ટ માહિતી પણ આપી દેવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy