SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ 3 ૭ ૯ ણેમિ નામે પણ પ્રસિદ્ધ હતા.` તે હરિવંસ(૧)ના હતા. તે સોરિયપુર(૧)ના રાજા સમુદ્રવિજય(૧) અને તેમની રાણી સિવા(૨)ના પુત્ર હતા. રહણેમિ વગેરે તેમના ભાઈઓ હતા. તેમની ઊંચાઈ દસ ધનુષ હતી. તેમનો વર્ણ શ્યામ હતો.પ ઉગ્ગસેણ રાજાની કુંવરી રાઇમઇ સાથે તેમનું સગપણ નક્કી થયું હતું." તેને પરણવા જતી વખતે માર્ગમાં તેમણે ભયભીત અને દુઃખાર્ત પશુઓને વાડાઓમાં અને પાંજરામાં પુરાયેલાં જોયાં. તેમને જોઈને તેમણે સારથિને પૂછ્યું, “સુખ અને મુક્તપણે હ૨વાફરવા ઇચ્છતા આ પશુઓને શા માટે પાંજરામાં અને વાડાઓમાં પૂરી રાખ્યાં છે ?” સારથિએ કહ્યું, “આ પશુઓ નસીબદાર છે કારણ કે આપના લગ્નપ્રસંગે તેઓ ઘણા લોકોને મિષ્ટ ભોજન પૂરું પાડશે. તેમને મારી તેમના માંસની અનેક વાનગીઓ બનાવવામાં આવશે.” આ જાતની કતલની વાત અરિઢણેમિ સહન કરી શક્યા નહિ. તે તરત જ પાછા વળી ગયા, પોતાનો બધો પરિગ્રહ ત્યાગી દીધો અને સંસાર છોડી દીધો. ઉત્તરકુરા પાલખીનો ઉપયોગ તેમણે આ પ્રસંગે કર્યો હતો. તેમની સાથે એક હજાર પુરુષોએ પણ સંસારત્યાગ કર્યો હતો. તેમને સૌ પ્રથમ ભિક્ષા આપનાર વરદત્ત(૪) હતા. ચોપ્પન દિવસ પછી તેમને કેવળજ્ઞાન થયું. તેમનું પવિત્ર વૃક્ષ વેતસ હતું.॰ તેમના સંઘમાં સાધુઓના અઢાર ગણો હતા, અઢાર ગણનાયકો(ગણધરો) હતા, અઢાર હજાર સાધુઓ હતા, ચાલીસ હજાર સાધ્વીઓ હતી, એક સો ઓગણસિત્તેર હજાર શ્રાવકો હતા અને ત્રણસો છત્રીસ હજાર શ્રાવિકાઓ હતી, ઇત્યાદિ. એક હજાર વર્ષનું પૂર્ણ આયુષ્ય (જેમાં રાજકુમાર તરીકેના ૩૦૦ વર્ષ સમાવિષ્ટ છે) ભોગવી તે ઉજ્જિત શૈલના શિખર ઉપર મોક્ષ પામ્યા. આ પર્વતનો સંબંધ તેમનાં બીજાં કલ્યાણકો સાથે પણ છે.૧૨ જખિણી તેમની પ્રધાન શિષ્યા હતી,૧૩ વ૨દત્ત(૪) તેમનો સૌપ્રથમ શિષ્ય હતો,૧૪ નંદ(૧૦) તેમનો પ્રધાન શ્રાવક હતો અને મહાસુવ્વયા તેમની સૌપ્રથમ શ્રાવિકા હતી. એરવય(૧)માં અગ્નિસેણ(૨) તેમના સમકાલીન તિત્શયર હતા. અરિઢણેમિએ વાસુદેવ(૨) કણ્ડ(૧)ની પઉમાવઈ(૧૪) આદિ આઠ રાણીઓને દીક્ષા આપી હતી. તે તેમના પૂર્વભવમાં સંખ(૫) હતા.૧૮ ૧. સમ. ૧૫૭,ઉત્તરાનિ.પૃ.૪૯૬,નન્દિ.| ગાથા ૧૯,આનિ.૧૦૯૭, તીર્થો. ૩૩૪, ૫૧૧, આવમ.પૃ.૧૩૭, આવહ.પૃ.૨૭૩. 91 ૧૬ ૧૧ ૨. ઉત્તરા.૨૨. ૩-૪, કલ્પ.૨, ૧૭૧, આચાશી.પૃ.૩૨૭, સમ.૧૫૭, આનિ. ૩૮૬થી આગળ, તીર્થો. Jain Education International ૪૬૪થી આગળ. ૩. દશચૂ.પૃ.૮૭, ઉત્તરાનિ.પૃ.૪૯૬, અન્ન.૮. ૪. સમ.૧૦, સ્થા.૭૩૫,તીર્થો.૩૬૪, નિર.૫.૧, આવનિ.૩૮૦. ૫. આવિના.૩૭૭, તીર્થો,૩૫૨. ૬. ઉત્તરા.૨૨.૬થી આગળ, કલ્પધ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy