SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અપરાઇઅ (અપરાજિત) જુઓ અપરાઇય.૧ ૧. જીવા.૧૪૪, સમ.૧૫૯. ૧. અપરાઇય (અપરાજિત) જંબુદ્દીવનાં, કહો કે લવણ સમુદ્રનાં, ચાર પ્રવેશદ્વા૨ોમાંનું એક. તે મંદર પર્વતની ઉત્તરે ૪૫૦૦૦ યોજન દૂર, લવણસમુદ્રના ઉત્તરાર્ધના દક્ષિણ કિનારે આવેલું છે. તે ચાર યોજન પહોળું, ચાર યોજન જાડું અને આઠ યોજન ઊંચું છે. જંબુદીવનાં બે સૌથી નજીકના પ્રવેશદ્વારો વચ્ચેનું અંતર ૭૯,૦૦૦ યોજન છે. તેના અધિષ્ઠાતા અપરાઇય(૫) છે. 3 ૧. જમ્મૂ.૮, સ્થા. ૩૦૩. ૪. સંમ.૭૯. ૨.જીવા.૧૪૪. પ. સ્થા.૩૦૫, જીવા.૧૪૪. ૩.સ્થા.૬૫૭. ૨. અપરાઇય રુયગ(૧) પર્વતના ઉત્તર ભાગમાં આવેલું શિખર. તેની અધિષ્ઠાત્રી દેવી હિરી(૧) છે. ૧. સ્થા.૬૪૩. ૩. અપરાઇય અઢારમા તિર્થંકર અરને સૌપ્રથમ ભિક્ષા આપનાર ગૃહસ્થ.૧ ૧. આનિ.૩૨૯, સમ.૧૫૭, આવમ. પૃ.૨૭૭, ૪. અપરાઇય ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.૧ ૧. કલ્પવિ.પૃ.૨૩૬, કલ્પધ.પૃ.૧૫૨. ૫૫ ૫. અપરાઇય અપરાઇય(૧) પ્રવેશદ્વારના અધિષ્ઠાતા દેવ જેમની રાજધાની અપરાઇયા(૧) છે. ૧. જીવા.૧૪૪, સ્થા.૩૦૫, જમ્મૂ.૮. ૬. અપરાઇય પાંચ અણુત્તર વિમાનોમાંનું એક. તેમના પૂર્વભવમાં પંડવો અહીં જન્મ્યા હતા. ત્યાં વસતા દેવોનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે એકત્રીસ અને તેત્રીસ સાગરોપમ વર્ષનું છે.ર ૧. મર. ૪૫૬-૫૭. ૨. સમ.૩૧-૩૩, ઉત્તરા. ૩૬.૨૧૦. ૭. અપરઇય અઠ્યાસી ગહોમાંનો એક ગહ.૧ સુરિયષણત્તિ અને જંબુદ્દીવપણત્તિમાં તેનો ઉલ્લેખ નથી. ૧. સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૮-૭૯. ૮. અપરાઇય આઠમા બલદેવ(૨) ૫ઉમ(૬)નો પૂર્વભવ. તેમણે સમુદ્દ(૨) પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. ૧. સમ.૧૫૮, તીર્થો. ૬૦૬-૭; નામોમાં ગોટાળો જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy