SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અણંગસેણા (અનઙ્ગસેના) વાસુદેવ(૨) કણ્ડ(૧)ના સમયમાં બારવઈની પ્રમુખ ગણિકા. ૪૦ ૧. શાતા.૫૨, અન્ન.૧, આવચૂ.૧. પૃ.૩૫૬, નિર.૫૨૧. અણંત(અનન્ત) વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં થયેલા ચૌદમા તિર્થંકર. તે અણંતઇ નામે પણ જાણીતા હતા. અઓબ્ઝા(૨)ના રાજા સીહસેણ(૫) તેમના પિતા હતા અને સુજસા(૧) તેમની માતા હતી. તેમની ઊંચાઈ પચાસ ધનુષ હતી. તેમનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો હતો.૫ એક હજાર પુરુષો સાથે તેમણે સંસારનો ત્યાગ કર્યો. આ પ્રસંગે તેમણે પંચવણા પાલખીનો ઉપયોગ કર્યો. વક્રમાણ(૨) નગરના વિજયે(૧૦) તેમને સૌપ્રથમ ભિક્ષા આપી. તેમની આજ્ઞામાં શ્રમણોના ચોપ્પન ગણો હતા અને દરેક ગણને પોતાનો એક ગણધર હતો. આમ તેમના ચોપ્પન ગણધરો હતા.॰ આ ગણધરોની નીચે કુલ છાસઠ હજા૨ શ્રમણો હતા અને કુલ એક લાખ આઠ સો શ્રમણીઓ હતી. જસ(૧) તેમના પ્રથમ ગણધર હતા અને પઉમા(૨) તેમની પ્રમુખ શિષ્યા હતી. અશ્વત્થ તેમનું પવિત્ર વૃક્ષ હતું.' તેમનું કુલ આયુષ્ય ત્રીસ લાખ વર્ષનું હતું. તેમાંથી સાત લાખ પચાસ હજાર વર્ષ તે કુમાર તરીકે જીવ્યા અને પંદર લાખ વર્ષ તે રાજા તરીકે જીવ્યા. ૧૨ અણંત તેમના પૂર્વભવમાં માહિંદર હતા.૧૩ ૮ ૧૦ ૧.સમ.૧૫૭,નન્દિ.ગાથા ૧૯, આવ. પૃ.૪, વિશેષા.૧૭૫૮, તીર્થો.૩૨૭, સ્થા. ૪૧૧. ૨. તીર્થો.૪૭૭, આનિ.૩૭૧, વિશેષા.૧૭૫૯. ૩.સમ.૧૫૭,આવનિ.૩૮૬,૩૮૮, તીર્થો. ૪૭૭. ૪.સમ.૫૦,આવિન.૩૭૯, તીર્થો. ૩૬૩. ૫. આનિ.૩૦૭, તીર્થો.૩૪૫. અણંતઇ (અનન્તજિત્) અણંતનું બીજું નામ. ૧. આવનિ.૩૭૧, વિશેષા.૧૭૫૯, તીર્થો. ૪૭૭. ૬. સમ.૧૫૭,આવનિ.૨૨૫, તીર્થો.૩૯૨. ૭. સમ.૫૪,તીર્થો.૪૫૦ અને આનિ.૨૬૮ તેમની સંખ્યા પચાસ આપે છે. ૮. આનિ.૨૫૬થી આગળ. ૯. સમ.૧૫૭, તીર્થો. ૪૫૦. ૧૦. તીર્થો.૪૬૦, સમ.૧૫૭. ૧૧. સમ.૧૫૭. ૧૨. આવિન ૨૭૨-૩૦૫. ૧૩. સમ. ૧૫૭. અણંતપાસિ (અનન્તદર્શિન) જુઓ અણંતવિજય(૨).૧ ૧. તીર્થો.૧૧૨૦. અણંતય (અનન્તક) જમ્મૂદીવના એરવય(૧) ક્ષેત્રમાં વર્તમાન ઓસપ્પિણીમાં થયેલા ચૌદમા તિર્થંકર. ટીકાકાર અભયદેવ પ્રમાણે તેમનું બીજું નામ સિંહસેન છે. ર Jain Education International ૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy