SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪. તેથલિ ધરણ(૧)ના ગાયકોના દળનો નાયક યા સેનાપતિ." ૧. સ્થા.૫૮૨. તે લિપુર (તતલિપુત્ર) તેલિપુરના રાજા કણગરહ(૧)નો મસ્ત્રી. તે તે જ નગરના સોનીની પુત્રી પોટ્ટિલાને પરણ્યો હતો. રાજા કણગરહ(૧)ના પુત્ર કણગઝયને તેણે છુપી રીતે ઉછેર્યો હતો કારણ કે પોતાની સત્તા ચાલી જશે એવા ભયથી રાજા પોતાના પુત્રોને જન્મતાંવેંત જ કાપી મારી નાખતો હતો. તેયલિપુત્તે પોથ્રિલ(૩) દેવની સલાહથી સંસારનો ત્યાગ કર્યો. વખત જતાં તેમને કેવલજ્ઞાન થયું અને છેવટે તે મોક્ષ પામ્યા.' (પોથ્રિલ(૩) દેવ તે તેયલિપુત્તની પત્ની પોટ્ટિલાનો જ પુનર્ભવ હતો.) તેયલિપુત્તને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવેલ છે. તે અરિટ્રણેમિના તીર્થમાં થયા હોવાનું મનાય છે. ૧. જ્ઞાતા.૯૬-૧૦૪, આવરૃ.૧.પૃ.૪૯૯થી, વિપા.૩૨, વિશેષા.૩૩૩૨, ૩૩૪૯, સૂત્રચૂ.પૃ.૨૮. ૨. ઋષિ.૧૦, ઋષિ (સંગ્રહણી). તેયલિપુર (તેતલિપુર) રાજા કણગરહ(૧) અને તેની રાણી પઉમાવઈ(૨)નું નગર. તે નગરની બહાર પમયવણ નામનું ઉદ્યાન હતું. શ્રમણી સુવયા અહીં આવ્યા હતા. ૧. જ્ઞાતા.૯૬, આવચૂ.૧.પૃ.૪૯૯. ૨. જ્ઞાતા.૯૯. તેયલિસુત (તેતલિસુત) આ અને તે લિપુત્ત એક છે.' ૧. વિશેષા.૩૩૩૨. તેયવરિય (તેજોવીર્ય) ચક્કવટ્ટિ ભરત(૧) પછી મોક્ષે જનારા આઠ મહાપુરુષોમાંના એક. તે બલવરિય નામે પણ જાણીતા છે. ૧. સ્થા.૬૧૬. ૨. આવનિ.૩૯૩, વિશેષા.૧૭૫૦, આવ.૧.પૃ.૨૧૪. તેયનિસગ્ન (તેજોનિસર્ગ) વિયાહપણત્તિનું પંદરમું શતક.' ૧. ભગ. પ૬૦. તેયાલગપટ્ટણ (તેજોલકપત્તન) તે નગર જ્યાંથી વહાણ દ્વારા કોઈ બારવઈ જઈ શકે.' તે કદાચ તેયાલગના બદલે વેયાલગ હશે. તેની એકતા વેરાવળ સાથે સ્થાપવામાં આવી છે. ૨ ૧. નિશીયૂ.૧.પૃ.૬૯. ૨. એજન.ટિપ્પણ ૨. ૧. તેરાસિય ત્રિરાશિક) આચાર્ય રોહગુર(૧)નો સિદ્ધાન્ત. રોહગુત્તે જીવ, અજીવ અને નોજીવ (અર્થાત્ આંશિકપણે જીવયા ચેતન) ત્રણ પદાર્થો છે એવો ખોટો સિદ્ધાન્ત પ્રવર્તાવ્યો હતો. મહાવીરના નિર્વાણ પછી પ૪૪ વર્ષે આ ખોટો (નિહ્નવ) સિદ્ધાન્ત સ્થાપવામાં આવ્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy