SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૩ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ઢંઢણ આ અને ઢંઢ એક છે. તે એક વંદનીય વ્યક્તિ છે. ૧. આવ.પૃ.૨૭. ૧. ઢડર દસપુરનો શ્રાવક (ઉપાસક). ૧. આવયૂ.૧.પૃ.૪૦૩. ૨. ઢડર રાહ(૧)નું બીજું નામ.' ૧. સૂર્ય. ૧૦૫. ઉલ (નકલ) હત્થિણાઉના પંડુરાયના પાંચ પુત્રોમાંનો એક.' ૧. જ્ઞાતા. ૧૧૭. હંગલા (નાલા) મહાવીરે ગોસાલ સાથે જે ગામની મુલાકાત લીધી હતી તે ગામ. અહીં વાસુદેવઘરના ચૈત્યમાં મહાવીરે ધ્યાન કર્યું હતું. બાળકોને ભયભીત કરવા બદલ ગોસાલને અહીં માર ખાવો પડ્યો હતો. આ ગામ હલેદુઅ અને આવત્ત(૪) વચ્ચે આવેલું હતું.' ૧. આવનિ.૪૮૧, આવયૂ.૧,પૃ.૨૮૯, વિશેષા.૧૯૩૫, કલ્પધ પૃ.૧૦૬, કલ્પવિ. પૃ. ૧૬૫, આવમ.પૃ.૨૮૦. શંગોલ (નાક્રોલ) એક અંતરદીવ.' ૧. પ્રજ્ઞા ૩૬. ગંગોલિ (નકોલિન) આ અને રંગોલિય એક છે.' ૧. જીવા.૧૧૧. ગંગોલિય (નાક્રોલિક) લવણસમુદ્રમાં આવેલા છપ્પન અંતરદીવમાંનો એક. આ અને રંગોલ એક છે. ૧. જીવા.૧૧૧, નદિમ.પૃ.૧૦૩, સ્થા.૩૦૪. ૧. સંદ(નન્દો પાડલિપુર નગરનો વાળંદ ગુલામ. કૂણિયના પુત્ર ઉદાઈ(૨)ના મૃત્યુ પછી નગરના રાજા તરીકેનો કાર્યભાર તેણે લઈ લીધો અર્થાત્ તે રાજા બની ગયો. તેના પછી આવનારા તેના ઉત્તરાધિકારી રાજાઓ પણ તે જ નામથી ઓળખાયા અને આમ તે વંશ ણંદ નામે ઓળખાયો. જેને ચંદઉન્ને હરાવ્યો તે મહાપઉમ(૮) રાજા ણંદ વંશનો નવમો અને છેલ્લો રાજા હતો.' ૧. આવયૂ.૨.પૃ.૧૭૯થી, આચાર્.પૃ.૬૪, દશરૃ.પૃ.૫૨, કલ્પવિ.પૃ.૨૫૩. કલ્પધ. પૃ. ૧૬૫, આવહ.પૃ.૪૩૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy