________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૨૧ ૧. આવનિ. ૧૩૧૪, આવયૂ.૨,પૃ.૨૧૧. ૪. જિણદેવ જે આચાર્યે ભર્યચ્છમાં બૌદ્ધ ભિક્ષુઓ ભયંતમિત્ત અને કુણાલ(૨)ને વાદમાં હરાવ્યા હતા તે આચાર્ય.પછીથી તે બન્ને તે આચાર્યના શિષ્ય બની ગયા.'
૧.આવનિ. ૧૨૯૯, આવયૂ.૨.પૃ. ૨૦૧. જિણધર્મો (જિનધર્મ) કંચણપુરના શેઠ. તેણે બધી વિપત્તિઓ શાંત ચિત્તે સહન કરી અને મોક્ષ પ્રાપ્ત કર્યો.'
૧. મર. ૪૨૩. જિણપાલિય (જિનપાલિત) ચંપા નગરીના માગંદી(૨) અને તેની પત્ની ભદા(૩૭)નો પુત્ર. તે અને તેનો ભાઈ જિપ્સરખિય પોતાની બારમી દરિયાઈ મુસાફરીમાં દરિયાઈ તોફાનમાં ફસાયા. તેમનાં વહાણો ભાંગી ગયાં અને તે બન્ને રયણદીવની દેવીની જાળમાં સપડાયા. જખ સેલગ(૨)ની મદદથી તેમાંથી તેઓ મુક્ત થયા. નિણરખિય ફરી તે દેવીની જાળમાં ફસાયો. બીજી બાજુ જિણપાલિય સહીસલામત પોતાના સ્થાને પહોંચી ગયો, તેણે સંસારનો ત્યાગ કર્યો અને મરીને દેવ થયો. તે મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષ પામશે.'
૧. જ્ઞાતા. ૭૯-૮૮. જિણરખિય (જિનરક્ષિત) તે ચંપા નગરીના માર્ગદી(૨)નો પુત્ર હતો. તે જિણપાલિયનો ભાઈ હતો. તે રણદીવની દેવીની જાળમાં બે વાર ફસાયો અને છેવટે તે દેવી વડે હણાયો. જુઓ જિણપાલિય.
૧. જ્ઞાતા. ૭૯-૮૮. જિણવીર (જિનવર) મહાવીરનું બીજું નામ. જુઓ મહાવીર. જિષ્ણપુર (જીર્ણપુર) રાયગિહ પાસે આવેલું નગર જ્યાં શ્રમણ ઈદણાગ રહ્યા હતા.'
૧. આવયૂ.૧,પૃ.૪૬૫. જિજ્જાણ (જીર્ણોદ્યાન) અવંતિ(૨)ની સમીપ આવેલું ઉદ્યાન.
૧. નિશીયૂ.૧,પૃ.૧૦૨. જિતસતુ (જિતશત્રુ) જુઓ જિયસતુ. ૧. આવચૂ.૧.પૃ.૧૭૬, ૪૯૮, દશા.૫, ઉત્તરાનિ અને ઉત્તરાશા.પૃ.૨૮૬, આવર
૨,પૃ.૧૬૬, ૨૧૭, ૨૮૩. ૧. જિતારિ આણંદપુરનો રાજા. તે વીસસ્થાનો પતિ અને અણંગનો પિતા હતો.
૧. નિશીયૂ.૩.પૃ.૨૬૮, ગચ્છાવા પૃ.૨૬. ૨. જિતારિ ત્રીજા તિર્થંકર સંભવ(૧)ના પિતા. તે સાવલ્હીના રાજા હતા.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org