SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. અઇબલ ભરહ(૧) ચક્કવિટ્ટ પછી મોક્ષે જનાર આઠ મહાન રાજાઓમાંના એક. તે મહાજસ(૧)ના પુત્ર અને ભરહના પ્રપૌત્ર હતા.' તે અઇજસ નામે પણ જાણીતા હતા. 3 ૧. સ્થા. ૬૧૬, આનિ. ૩૬૩. ૩. વિશેષા. ૧૭૫૦. ૨. આચૂ.૧. પૃ. ૨૧૪, આવમ. પૃ. ૨૩૬. ૩. અઇબલ અવરવિદેહમાં આવેલા ગંધાર પ્રદેશની રાજધાની ગંધસમિદ્ધના રાજા મહમ્બલ(૩)ના પિતા.૧ ૧. આયૂ. ૧. પૃ. ૧૬૫, આવમ. પૃ. ૧૫૭ અને ૨૧૯. અઇભદ્દા (અતિભદ્રા) તિત્શયર મહાવીરના અગિયારમા ગણધર પભાસ(૧)ની માતા.૧ ૧. આવનિ. ૬૪૯, વિશેષા. ૭૦૭, ૨૫૧૦, આચૂ ૧. પૃ. ૩૩૮ ૧. અઇમુત્ત (અતિમુક્ત) પોલાસપુરના રાજા વિજય(૫) અને તેની રાણી સિરિ(૨)નો પુત્ર. બાલમિત્રો સાથે રમતો હતો ત્યારે તેણે ગણહર ઇંદસૂઇને જોયા, કુતૂહલવશ તે તેમને પોતાના ઘરે લઈ ગયો, તેમને વહોરાવ્યું, તેમનું નામઠામ પૂછ્યું અને પછી તેમની સાથે તિત્શયર મહાવીર પાસે પહોંચ્યો, તેમને ભક્તિપૂર્વક વંદન કર્યાં, તેમના ઉપદેશથી પ્રભાવિત થયો, સંસાર છોડી દીક્ષા લીધી અને વખત જતાં મોક્ષ પામ્યો.' સાધુજીવનમાં એક વર્ષાવાસ દરમ્યાન વહેતા પાણીમાં પોતાનું ભિક્ષાપાત્ર તરતું મૂકીને જાણે કે નૌકા તરતી ન હોય એમ તે દૃશ્યને તે માણે છે. ઊંડી ભક્તિપૂર્વક વંદન કરવા યોગ્ય પ્રભાવક વ્યક્તિ તરીકે તેમનો ઉલ્લેખ છે. ૧. અન્ન ૧૫, અન્નઅ. પૃ. ૨૩, સૂત્રચૂ. પૃ. ૩૨૫. ૨.ભગ. ૧૮૮. ૩. આવ. પૃ. ૨૭. ૨. અઇમુત્ત રાજા કંસ(૨)નો નાનો ભાઈ. તે સંસાર ત્યાગી સાધુ થયો. તેણે ભવિષ્ય ભાખ્યું હતું કે દેવઈ આઠ પુત્રોને જન્મ આપશે. ૨ ૧. કલ્પસ. પૃ. ૧૭૩. ૩. અઇમુત્ત અંતગડદસાના છઠ્ઠા વર્ગનું પંદરમું અધ્યયન. ૧. અન્ન. ૧૨. ૨. અત્ત ૬, આવચૂ. ૧, પૃ. ૩૫૭, ૪. અઇમુત્ત અણુત્તરોવવાઇયદસાનું દસમું અધ્યયન. આજે તે અસ્તિત્વમાં નથી. ૧. સ્થા. ૭૫૫. અઇરત્તકંબલસિલા (અતિરક્તકમ્બલશિલા) જુઓ રત્તકંબલસિલા.૧ ૧. સ્થા. ૩૦૨, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy