SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૪૯ મહાવીરને મળ્યા, તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા, મહાવીરના ઉત્તરોથી તેમના મનનું સમાધાન થયું, એટલે તે મહાવીરના શિષ્ય બન્યા. તે ગંગ-પાસાવચ્ચેિજ નામે પણ જાણીતા છે. ૧. ભગ.૩૭૧-૩૭૯, ભગઅ.પૃ.૩૩૯. ૨. ભગ.૩૭૧. ૪. ગંગેય આ અને ગંગ એક છે.' ૧. આવચૂ.૧.પૃ.૪૨૪. ગંઠિય (ગ્રથિત) વિયાહપણત્તિના પાંચમા શતકનો ત્રીજો ઉદેશક. ૧. ભગ. ૧૭૬. ગંડઆ ગડકિકા) વેસાલીથી વાણિયગામ જતી વખતે મહાવીરે જે નદીને નાવ દ્વારા પાર કરી હતી તે નદી. તે અને બિહારમાં સોનેપુર પાસે ગંગાને મળતી વર્તમાન ગંડક એક છે. ૧. આવનિ (દીપિકા) ૧.પૃ.૧૦૨, આવમ.પૃ.૨૮૮, આવહ.પૃ.૨૧૪. ૨. જિઓડિ.પૃ.૬૦. ગંડીદુગ (ગઠ્ઠીતેન્દુક) ભિક્ષા માટે જતા હરિએસબલ મુનિને રંજાડતા બ્રાહ્મણોને પાઠ ભણાવનાર ફખ. ૧. ઉત્તરા.પૃ.૨૦૨, ઉત્તરાશા પૃ.૩૫૬-૩૫૭. ગંથ (ગ્રન્થ) સૂયગડાના પ્રથમ શ્રુતસ્કન્ધ)નું ચૌદમું અધ્યયન.' ૧. સૂત્રનિ.૨૭, સમ.૧૬, ૨૩. ગંધણ (ગધૂન) પોતે વમન કરેલું ઝેર પાછું ચૂસી લેનાર સર્પોની એક જાતિ.' ૧. દશ.૨.૮, ઉત્તરા.૨૨.૪૭, ઉત્તરાશા.પૃ.૪૯૫. ૧. ગંધદેવી (ગન્ધદેવી) પુષ્કચૂલા(૪)નું દસમું અધ્યયન.' ૧. નિર. ૪.૧. ૨. ગંધદેવી મહાવીર આગળ ઉપસ્થિત થઈ નાટક ભજવનાર એક દેવી.' ૧. નિર.૪.૧૦. ગંધપ્રિય (ગધૂપ્રિય) સુગન્ધપ્રિય એક રાજકુમાર.તેની આ આસક્તિના કારણે તે મરણ પામ્યો (કારણ કે ઝેરી દ્રવ્ય સૂંઘવાથી તે મૃત્યુ પામ્યો હતો). ૧. આવયૂ.૧.પૃ.૫૩૩, આચાશી.પૃ.૧૫૪. ગંધમાદણ (ગન્ધમાદન) જુઓ ગંધમાયણ.૧ ૧. સ્થા.પ૯૦, જીવા.૧૪૭. ગંધમાયણ (ગન્ધમાદન) જંબૂદીવના મહાવિદેહ ક્ષેત્રમાં આવેલો એક વખાર પર્વત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy