SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કાલવેસિય (કાલવૈશિક) મહુરા(૧)ના જિયસતુ(૧૯) રાજાના પુત્ર. રાજાએ પોતાના મહેલમાં રખાત તરીકે રાખેલી ગણિકા કાલા(૨)ના પેટે તે જન્મ્યા હતા. તે સંસાર છોડી શ્રમણ બન્યા. તે પોતાના શરીર પ્રત્યે એટલા બધા અનાસક્ત હતા કે મુમ્મસેલડુંગર ઉપર શિયાળ તેમના શરીરને ખાઈ ગયું.' ૧. ઉત્તરાનિ.પૂ.૧૨૦, ઉત્તરાશા.પૂ.૧૨૦-૨૧, મર.૪૯૮, વ્યવભા.૧૦.૫૯૫, ઉત્તરાયૂ.પૃ.૭૭, આચાચે.પૃ.૧૧૨. કાલસંદીવ (કાલસન્દીપ) એક વિદ્યાધર જેને સુજેટ્ટાના પુત્ર સચ્ચાઇ(૧)એ હણ્યો હતો. ૧. આવયૂ.૨.૫.૧૭૫, સ્થાઅ.પૃ.૪૫૭, આવહ.પૃ.૬૮૬. કાલસિરી (કાલશ્રી) આમલકપ્પાના વેપારી કાલ(૫)ની પત્ની.' ૧. જ્ઞાતા.૧૪૮. કાલસૂરિ (કાલશૌકરિક) આ અને કાલસોયરિય એક છે." ૧. આવહ.પૃ.૬૮૧. કાલસોઅરિઅપુર (કાલશૌકરિકપુત્ર) આ અને કાલસોયરિયનો પુત્ર સુલસ એક જ છે.' ૧. સૂત્રચૂ.પૃ.૨૧૯. કાલસોયરિય (કાલશૌકરિક) રોજ પાંચ સો ભેંસને કાપતો રાગિહનો કસાઈ. તુલસ તેનો પુત્ર હતો. મહાવીરે રાજા સેણિય(૧)ને કહ્યું હતું કે જો સેણિય કાલસોયરિયને પશુઓની કતલ કરતો બંધ કરશે તો કાલસોયરિય નરકમાં નહિ જાય. તેથી સેણિયે કાલસોયરિય કસાઈનો ધંધો બંધ કરી દે તે માટે ઘણા પ્રયત્ન કર્યા. પરંતુ રાજા સફળ થયો નહિ. અને કાલસોયરિય મૃત્યુ પછી સાતમી નરકે ગયો.' ૧. આવચૂ.૨.પૂ.૧૬૯, ૨૮૩,આવહ.પૃ.૫૯૦,૬૮૧,સ્થાઅ.પૃ. ૧૮૨,૧૯૦, ૨૫૦, ૨૭૩, આચાચૂ.૫.૧૩૬, નિશીયૂ.૧.પૂ. ૧૦. ભગઅ.પૂ.૭૯૬, ૯૨૬, જીવામ.પૃ.૧૨૯, સૂત્રશી.પૃ.૧૨૨, ૧૭૮, સૂત્રચૂ.પૃ.૧૫ર.૩૨૭. કાલસોરિય (કાલશૌકરિક) જુઓ કાલસોયરિય.' ૧. આવહ.પૃ.૬૮૦. કાલસોવરિઅ (કાલશૌકરિક, જુઓ કાલસોયરિય. ૧. આવયૂ.૨,પૃ.૧૬૯. કાલહત્યિ (કાલહસ્તિનું) કલબુયા ગામનો રહેવાસી. તેણે મહાવીર અને ગોસાલને બાંધી પોતાના મોટા ભાઈ મેહ(૭)ને હવાલે કર્યા. પરંતુ મેહે તેમને છોડી મૂક્યા.' ૧. આવચૂ.૧,પૃ.૨૯૦, કલ્પવિ.પૃ.૧૬૬, કલ્પ.પૂ.૧૦૬, આવહ.પૃ.૨૦૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy