SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ સોળમું અધ્યયન. ૧. શાતા.૧૫૩. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. કણગપ્પભા રક્ષસ દેવોના બે ઇન્દ્રો ભીમ(૩) અને મહાભીમ(૧)ને ચાર ચાર મુખ્ય પત્નીઓ છે, તે ચારમાંથી દરેકની એક એક મુખ્ય પત્નીનું નામ કણગપ્પભા છે. તે બેને રયણપ્પભા(૧) નામે પણ ઓળખવામાં આવે છે. તેમના પૂર્વભવમાં તે બે ણાગપુરના વેપારીની પુત્રીઓ હતી. તે બન્ને સંસારનો ત્યાગ કરી તિત્શયર પાસ(૧)ની શિષ્યાઓ બની ગઈ હતી. ૩ ૧. શાતા.૧૫૩. ૨. ભગ.૪૦૬. ૩. શાતા.૧૫૩. ૧. કણગરહ (કનકરથ) તેયલિપુરનો રાજા. પઉમાવઈ(૨) તેની રાણી હતી, તેયલિપુત્ત તેનો મંત્રી હતો અને કણગજ્ઞય તેનો પુત્ર હતો. તે એટલો તો ક્રૂર અને લોભી હતો કે રાજસત્તા ખોવાના ભયથી પ્રેરાઈ તે તેના પુત્રોને જન્મતાંવેંત મારી નાખતો. ગમે તેમ કરીને રાણીએ કણગયને બચાવી લીધો અને મંત્રીએ તેને છૂપી રીતે ઉછેર્યો.૨ ૧. શાતા.૯૬. ૨. શાતા.૯૭. ૨. કણગરહ વિજયપુરનો રાજા. ધાંતરિ(૧) તેનો વૈદ્ય હતો.૧ ૧. વિપા.૨૮, સ્થાઅ.પૃ.૫ .૫૦૮. ૩. કણગરહ ભરહ(૨) ક્ષેત્રમાં પ્રથમ ભાવી તિર્થંકર મહાપઉમ (૧૦) વડે દીક્ષિત થવાના છે તે આઠ રાજાઓમાંનો એક.૧ ૧. સ્થા. ૬૨૫. કણગલતા (કનકલતા) લોગપાલ સોમ(૩)ની મુખ્ય પત્ની. જુઓ સોમ(૩). ૧ ૧. ભગ.૪૦૬, સ્થા.૨૭૩. કણગવત્થ (કનકવસ્તુ) વાસુદેવ(૧) બનવાની ઇચ્છાથી પન્વયઅ દ્વારા જે નગરમાં તપની આરાધના કરવામાં આવી હતી તે નગર.૧ ૧. સમ.૧૫૮, સ્થા.૬૭૨, તીર્થો.૬૦૮. કણગવિતાણગ (કનકવિતાનક) આ અને કણગવિયાણગ એક છે. ૧. સ્થા. ૯૦. કણગવિયાણગ (કનકવિતાનક) અઠ્યાસી ગહમાંનો એક. ૧. સ્થા.૯૦, સૂર્ય. ૧૦૭, જમ્મૂ.૧૭૦, સ્થાઅ.પૃ.૭૮-૭૯, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, જમ્બુશા.૫૩૪-૫૩૫. કણગસંતાણ (કનકસન્તાન) આ અને કણગસંતાણગ એક છે. ૧. સૂર્ય. ૧૦૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy