SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ જવામાં વાસવદત્તા(૧)ને મદદ કરી હતી.૧ ૧. આવચૂ.૨.પૃ.૧૬૧, આવહ.પૃ. ૬૭૪. કંચણા (કાચના) જેના માટે યુદ્ધ ખેલાયું હતું તે સ્ત્રી.` તેના વિશે બીજી કોઈ જાણકારી નથી.૨ ૧. પ્રશ્ન.૧૬. કંડગ (કણ્ડક) આ અને કુંડાગ એક છે. ૧. આવચૂ.૧. પૃ.૨૯૩. કંડચ્છારિઅ અથવા કંડત્થારિઅ (કણ્ડક્ષારિક) એક ગામ.૧ ૧. વ્યવભા. ૭.૧૫૪, વ્યવમ.૭.પૃ.૨૯. ૧ કંડરિઅ (કણ્ડરીક) જુઓ કંડરીય. ૧. આવહ.પૃ.૭૦૧, મર. ૬૩૭. કંડરીઅ (કણ્ડરીક) જુઓ કંડરીય.૧ ૧. આચાચૂ.પૃ.૫૮, આનિ.૧૨૮૩. ૨. પ્રશ્નઅ. પૃ.૮૯. ૧. કંડરીય (કણ્ડરીક) પુંડરીગિણી(૧) નગરીના રાજા મહાપઉમ(૭) અને તેની રાણી પઉમાવતી(૩)નો પુત્ર. તે પુંડરીય(૪)નો નાનો ભાઈ હતો. તે સંસારનો ત્યાગ કરી પાછો સંસારમાં આવ્યો હતો. પુંડરીયે તેને રાજ આપી દીધું અને સંસાર ત્યાગી તે શ્રમણ બન્યો. મૃત્યુ પછી કંડરીય નરકે ગયો અને પુંડરીય સવ્વટ્ઠસિદ્ધ વિમાનમાં (સ્વર્ગીય વાસસ્થાનમાં) દેવ તરીકે જન્મ્યો. ૧. શાતા.૧૪૧-૧૪૭, સ્થા.૨૪૦, સ્થાઅ.પૃ.૩૦૩, આચાચૂ.પૃ.૧૮,૨૧૧, આચાશી.પૃ.૧૧૩, ૨૪૧, આવચૂ.૧.પૃ.૫૪૯, મર. ૬૩૭, સૂત્રનિ. ૧૪૭, ઉત્તરાશા.પૃ.૩૨૬, મનિ.પૃ. ૧૭૬, આવહ.પૃ.૨૮૮. ૨. કંડરીય સાએય નગરના રાજા પુંડરીય(૨)નો નાનો ભાઈ. પુંડરીયે તેની રૂપાળી પત્ની જસભદ્દાને વશ કરવા તેની હત્યા કરી હતી. ૧. આવયૂ.૨. પૃ.૧૯૧, આવહ.પૃ.૭૦૧. કંડિલ્લ (કાણ્ડિલ્ય) મંડવ ગોત્રની સાત શાખાઓમાંની એક.૧ ૧૬૩ ૧. સ્થા. ૫૫૧. કંડૂ (કણ્ડુ) બ્રાહ્મણ પરિવ્રાજક. ૧. ઔપસ. પૃ. ૯૨, ઔષ. ૩૮ અનુસાર કંડૂના સ્થાને કણ્ણ પાઠ છે જે ખોટો છે કેમ કે ત્યાં કહનો અલગથી ઉલ્લેખ છે જ. ૧. કંત (કાન્ત) ઘતોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧ ૧. જીવા. ૧૮૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy