SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૫૯ એલાવા (ઐલાપત્યા) પખવાડિયાના ત્રીજા દિવસની રાત. ૧. જબૂ.૧પર, સૂર્ય.૪૮. એલાસાઢ (કૈલાષાઢ) ધુતખાણગનાચાર ઠગમાંનો એક ઠગ. તેણે બાકીના ત્રણ ઠગ આગળ પોતાના અનુભવની કથા નીચે પ્રમાણે કહી– “એક વાર હું મારી ગાયો લઈને જંગલમાં ગયો. એકાએક કેટલાક લૂંટારાઓ ત્યાં દેખાયા. મેં મારી બધી ગાયોને કામળામાં સંતાડી દીધી અને કપડામાં બાંધી દીધી. તે પોટલું માથે મૂકી હું ગામ તરફ દોડી ગયો. થોડીવારમાં તો લૂંટારાઓ પણ ગામમાં પ્રવેશ્યા. એટલે ભય પામેલા ગામના લોકો વાલુંક ફળમાં પેસી ગયા. તે ફળને બકરી ખાઈ ગઈ. તે બકરીને પછી અજગર ગળી ગયો. તે અજગરને એક પક્ષી ખાઈ ગયું. પંખી ઊડીને વડના વૃક્ષ ઉપર બેઠું. તેનો એક પગ નીચે તરફ લટકતો હતો. તે લટકતા પગમાં રાજાની સેનાનો હાથી ફસાઈ ગયો. એટલે તે પક્ષીને તીર મારી મારી નાંખવામાં આવ્યું. જ્યારે તે પક્ષીનું પેટ ચીરવામાં આવ્યું ત્યારે તેમાંથી અજગર બહાર નીકળી આવ્યો. જ્યારે અજગરનું પેટ ચીરવામાં આવ્યું ત્યારે તેમાંથી બકરી નીકળી, વગેરે વગેરે.” ૧. નિશીભા. ૨૯૪, નિશીયૂ. ૧. પૃ. ૧૦૨-૧૦૩. ઓ ઓકુરુડ (ઉત્કટ) જુઓ ક્િરુડ.' ૧. આવહ. પૃ. ૪૬૫. ઓગાહણભંડાણ (અવગાહનસંસ્થાન) પણવણાનું એકવીસમું પદ (પ્રકરણ).૧ ૧. પ્રજ્ઞા. ગાથા ૬. ઓઘસરા (ઓઘસ્વરા) અમરચંચા નગરીમાં આવેલો ઘંટ. ૧. જબૂ.૧૧૯, આવયૂ.૧.પૃ. ૧૪૬. ઓદિઓદઅ (ઉદિતોદય) જુઓ ઉદિઓદઅ.' ૧. આવહ. પૃ. ૪૩૦. ઓભાસ (અવભાસ) અઠ્યાસી ગહમાંનો એક ગહ.' ૧. સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦, જખૂશા.પૃ. ૫૩૪-૫૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૨૯૬, સ્થાએ.પૃ.૭૮-૭૯. ઓમwાયણ (અવસાયન) પુસ(૧) નક્ષત્રનું ગોત્રનામ.' ૧. જબૂ.૧૫૯, સૂર્ય. ૫૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy