SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ઉવસંત (ઉપશાન્ત) જંબુદ્દીવમાં આવેલા એરવય(૧)ના પંદરમાતિર્થંકર.' ૧. સમ.૧૫૯, તીર્થો ૩૨૭. ઉવસગ્નપરિષ્ણા (ઉપસર્ગપરિજ્ઞા) સૂયગડનું ત્રીજું અધ્યયન.' ૧. સમ. ૧૬,૨૩. ૧. ઉવસમ (ઉપશમ) દિવસ અને રાતના ત્રીસ મુહુરમાંનું એક ૧. જબૂ.૧પ૨, સમ.૩૦, સૂર્ય.૪૭. ૨. ઉવસમ પખવાડિયાનો પંદરમો દિવસ.૧ ૧. જબૂ.૧૫૨, કલ્પવિ.પૃ.૧૮૯, સૂર્ય.૪૮. ઉવહાણસુય (ઉપધાનશ્રુત) અંગ(૩) ગ્રન્થ આયારના પ્રથમ શ્રુતસ્કન્ધનું નવમું અધ્યનન. ૧. આચાનિ.૩૨, નિશીયૂ.૧.પૃ.૨, આવયૂ.૧પૃ.૨૬૯. ઉવિહ (ઉદ્વિધ) ગોસાલના બાર મુખ્ય ઉપાસકોમાંનો એક.૧ ૧. ભગ. ૩૩૦. ઉવાસગદસા (ઉપાસકદશા) બાર અંગ(૩) ગ્રન્થોમાંનો સાતમો અંગ ગ્રન્થ. તેનાં દસ અધ્યયનો નીચે જણાવેલા મહાવીરના દસ મુખ્ય ઉપાસકોનાં જીવનનું નિરૂપણ કરે છે –આણંદ (૧૧), કામદેવ(૧), ચૂલણીપિય(૧), સુરાદેવ(૩), ચુલ્લસયઅ(૧), કુંડકોલિએ(૨), સદ્દાલપુર(૨), મહાસયા(૧), સંદિણીપિય(૨) અને સાલિદીપિય(૧). પ્રથમ અધ્યયન ઉપાસકે પાળવાનાં વ્રતોનું વિગતવાર નિરૂપણ કરે છે. ૧.નન્દિ.૪૫, પાક્ષિ.પૂ.૪૬,સમ.૧૩૬. | પૃ.૨૩૨, નદિહ પૃ.૮૨, આવચૂ.૧. ૨.ઉપા.૨, સ્થા.૭૫૫, સમ.૧૪૨, | પૃ. ૨૪૬, ૨૪૮, ૪૫૩, ૫૧૩. ન૮િ.૫૨, નદિચૂ.પૃ.૬૭. નદિમ. | ૧. ઉસભ (ઋષભ) કોસલા અથવા ઇફખાગભૂમિના રાજા ણાભિ અને તેમની રાણી મરુદેવીના પુત્ર વર્તમાન ઓસપ્પિણીના પ્રથમ તિર્થીયર તેમને માનવામાં આવે છે. તે કાસવ(૧) ગોત્રના હતા અને તેમનાં પાંચ નામો હતા – ઉસભ, આદિરાજ, આદિભિક્ષુ, આદિકેવલી અને આદિતિયૂયર. તેમની ઊંચાઈ પાંચ સો ધનુષ હતી. તેમનો વર્ણ તHસુવર્ણ જેવો હતો. તેમને બે પત્નીઓ હતી – સુણંદા(૨) અને સુમંગલા. ભરહ(૧), બાહુબલિ વગેરે તેમના એક સો પુત્રો હતા. બંભી(૧) અને સુંદરી(૧) તેમની પુત્રીઓ હતી. તે વીસ લાખ પૂર્વ વર્ષ રાજકમાર તરીકે અને ત્રેસઠ લાખ પૂર્વ વર્ષ રાજા તરીકે જીવ્યા હતા. પોતાના રાજ્યકાળ દરમ્યાન તેમણે લોકોને તેમના ભલા માટે બોતેર કળાઓ (જે કળાઓમાં લેખનકળા પ્રથમ હતી, ગણિતકળા સૌથી મહત્ત્વવાળી હતી અને શકુનકળા છેલ્લી હતી), સ્ત્રીઓને ચોસઠ કળાઓ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy