SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૪૧ ૧. સ. ૭૬, નિશી.૧૫૭૮. ૨. ભગ.૧૬૯. ૩. ભગ.૧૬૭. ૧. ઉદાઈ (ઉદાયિનું) જેનો આત્મા ગોસાલના મૃત શરીરમાં પ્રવેશ્યો હતો તે કુંડિયાયણ વંશની વ્યક્તિ. આ તેનો સાતમો પટ્ટિપરિહાર (પરશરીરપ્રવેશ) હતો.' ૧. ભગ.૫૫૦. ૨. ઉદાઈ કુણિય અને પઉમાવઈ(૯)નો પુત્ર. પિતાના મૃત્યુ પછી ચંપા નગર છોડી દીધું અને પાડલિપુરને મગહનું પાટનગર બનાવ્યું. જયારે તે પૌષધ વ્રતની આરાધના કરતા હતા ત્યારે કટાર ભોંકી ઉદાઇમારગે તેમનું ખૂન કર્યું.' ૧. આવચૂ.૨,પૃ.૧૭૧, ૧૭૭, ૧૮૦. ૩. ઉદાઈ કુણિય રાજાના બે મુખ્ય હાથીમાંનો એક. તે તેના પૂર્વભવમાં અસુરકુમાર દેવ હતો.' ૧. ભગ.૩૦૦, ૫૯૦, ભગઅ. પૃ.૭૨૦. ૪. ઉદાઈ આ અને ઉદા(૫) એક હોવાનો સંભવ છે. તેણે તીર્થંકરનામગોત્રકર્મ બાંધ્યું હતું. ૧. સ્થા. ૬૯૧. ઉદાઈણ (ઉદાયન) જુઓ ઉદાયણ.' ૧. આવચૂ.૨,પૃ.૩૬. ઉદાઈમારગ (ઉદાયિમારક) રાજા કુણિયના પુત્ર ઉદાઈ(૨)નો હત્યારો." ૧. આવચૂ.૧.પૃ. ૨, સ્થાઅ.પૂ.૧૮૨, આચાશી.પૃ. ૨૧૦, બૃભા.૧૨૩૮, જીતભા. ૨૪૯૬, આચાર્.પૃ.૬., આવયૂ.૨,પૃ.૨૯. ૧. ઉદાયણ (ઉદાયન) સિંધુસોવીરના વીતીભય નગરનો રાજા. રાજા મહાસણ(૧) વગેરે તેના તાબામાં હતા. ચેડગની પુત્રી પભાવતી(૩)ને તે પરણ્યો હતો. અભીતિ તેનો પુત્ર હતો. તે પોતાનું રાજ પોતાના પુત્રના બદલે કેસિ(૨) નામના પોતાના ભાણેજને (ભાગિનેયને) આપીને સંસાર છોડી તિર્થીયર મહાવીરનો શિષ્ય બની ગયો. એક વાર મુનિ ઉદાયણ વીતીભય નગરમાં આવ્યા. કેસિએ વિચાર્યું કે તે તેની પાસેથી રાજ પડાવી લેવા આવ્યા છે. આવા ભ્રમથી અંધ બનેલા તેણે મુનિ ઉદાયણને ઝેર આપી મારી નાખ્યા. એક વાર રાજા ઉદાયણને જીવંતસામીની મૂર્તિ માટે ઉજેણીના રાજા પોય સાથે યુદ્ધ કરવું પડ્યું હતું. તેમાં પોય હાર્યો અને ઉદાયણે તેને બંદી બનાવ્યો. પછી પર્યુષણના શુભ પ્રસંગે ઉદાયણે તેને મુક્ત કર્યો અને તેનું રાજ તેને પાછું આપ્યું. આ ઘટનાને ક્ષમાના આદર્શ તરીકે જૈન સાહિત્યમાં વારંવાર ઉલ્લેખવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy