SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય શાસનસમ્રાટ્ શ્રીનેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ.પૂ. આચાર્ય ભગવંતશ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્યશ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થઈ રહેલ જૈન સાહિત્યના બૃહદ્ ઈતિહાસના અનુસંધાનમાં પ્રસ્તુત “જૈન આગમોમાં આવતા પ્રાકૃત વિશેષનામોનો પરિચયાત્મક કોશ” વાચકોના હસ્તકમલમાં અર્પણ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. પ્રસ્તુત ગ્રંથ મૂળ અંગ્રેજીમાં લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ દ્વારા પ્રકાશિત થયેલ, ડૉ. મોહનલાલ મેહતા અને ડૉ, કે, ઋષભ ચન્દ્ર દ્વારા સંકલિત મૂળ અંગ્રેજી ગ્રન્થ ‘Prakrit Proper Names' ના પ્રથમ ભાગનો ડૉ. નગીનભાઈ શાહે કરેલો ગુજરાતી અનુવાદ છે. બીજો ભાગ પણ પ્રકાશન અર્થે તૈયાર છે જે ટૂંક સમયમાં જ પ્રકાશિત કરવામાં આવશે. ગુજરાતી અનુવાદ દ્વારા ગુજરાતી ભાષી વિશાળ જૈન મુનિ સમુદાય તેમજ શ્રાવક સમુદાય પાસે આવી અમૂલ્ય સામગ્રી મૂકી આપવા બદલ અમે ડૉ. નગીનભાઈ શાહનો આભાર માનીએ છીએ. જિનાગમ તથા જૈન સાહિત્યથી સુપરિચિત વિર્ય પૂજ્ય સૂરિભગવંતો, પૂજ્ય પદસ્થો, પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતો, સાક્ષર વિદ્વાનો તેમજ સુપ્રસિદ્ધ ગ્રંથાગારજ્ઞાનભંડારના સંચાલકો વગેરેને અમે અંતરથી વિનંતી કરીએ છીએ કે આ પૂર્વે પ્રસિદ્ધ થયેલા જૈન સાહિત્યના ઇતિહાસના ગ્રંથો, પ્રમાણમીમાંસા, જૈન ધર્મ-દર્શન તથા પ્રસ્તૃત “જૈન આગમોમાં આવતા પ્રાકૃત વિશેષનામોનો પરિચયાત્મક કોશ” વિશે આપનો અભિપ્રાય તથા સલાહ-સૂચનો, માર્ગદર્શન આપી અમને આભારી કરશો. આ પ્રસંગે અમે પરમ પૂજ્ય આચાર્યશ્રી સ્વ. વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ તથા પ.પૂ. આચાર્ય સ્વ શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજનું પુણ્ય સ્મરણ કરીએ છીએ. અમને અત્યંત ખેદ છે કે આ પ્રકાશન કાર્ય પૂર્ણ થાય તે દરમ્યાન ૫.પૂ. આચાર્યશ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. આચાર્યશ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.કાળધર્મ પામ્યા. બંને આચાર્ય ભગવંતો આજ આપણી સામે સદેહે બિરાજમાન નથી પરંતુ તેમની પ્રેમાળ પ્રેરણા ભરી સ્મૃતિ આપણી પાસે છે અને તેના સહારે પ.પૂ. આચાર્યશ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વર મ.સા.ની રાહબરી તળે તેમણે સોંપેલુ કાર્ય આપણે પૂરું કર્યું છે. બંને સ્વ. આચાર્ય ભગવંતોના અનંત ઉપકારનું સ્મરણ કરી આ અગિયાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy