SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કો માટે બનાવ્યા છે, તો પછી બેમાં અંતર કેમ છે?’ ગોયમે ઉત્તર આપ્યો, ‘વિભિન્ન બાદ ચિહ્નોનો ઉપયોગ એ છે કે લોકો તેમને જોઈ ભેદ કરી શકે, ઓળખી શકે. જુદાં જુદ બાહ્ય ચિહ્નો(લિંગો)નો પ્રયોગ સંયમવિષયક ઉપયોગિતા તથા વિશિષ્ટતાની દૃષ્ટિએ થાય છે. પરંતુ હકીકતમાં મોક્ષનાં સાધનો તો ત્રણ જ છે – સમ્યજ્ઞાન, સમ્યક્ દર્શ અને સમ્યક્ ચારિત્ર. બાહ્ય ચિહ્નો મોક્ષનાં સાધનો નથી.' એકવાર મહાવીરે ગોયમ ઉપાસક આણંદ(૧૧)ની આગળ પોતાનો દોષ કબૂલવા અને આણંદને ખોટું જણાવવ માટે તેની માફી માગવા સલાહ આપી હતી. વધારામાં, મહાવીરે ગોયમને તે માટે પ્રાયશ્ચિત્ત કરવા પણ જણાવ્યું. એક વાર મહાવીરે ઇંદભૂઇને સાંત્વન આપતાં ભાખ્યું, ‘હે ! ગોયમ, તું પણ મારી જેમ કેવલજ્ઞાનને પામીશ.'૯ આગમ સાહિત્યમાં ઇંદભૂઇનું નામ વારંવાર ઉલ્લિખિત છે. ત્યાં તે મહાવીરને પ્રશ્નો પૂછે છે અને મહાવીર ઉત્તરો આપે છે.૧૦ ગોયમને મહાવીર પ્રત્યે રાગ હતો, મહાવીર મોક્ષે ગયા પછી તરત જ ગોયમને કેવલજ્ઞાન થયું.૧૧ કુલ બાણુ વર્ષનું આયુષ્ય ભોગવી તે રાગિહમાં મોક્ષ પામ્યા. તાપસ કોડિષ્ણ(૫) પોતાના પાંચ સો શિષ્યો સાથે ઇંદભૂઇનો શિષ્ય થયો હતો.૧૩ ૧. આનિ. ૬૪૪થી આગળ, વિશેષા. ૨૫૦૪. ૧૨ ૨. એજન. ૩.આયૂ.૧.પૃ.૩૩૫. ૪. આવનિ.૫૯૪, વિશેષા.૨૦૧૨, ૯. આવયૂ. ૧. પૃ. ૩૯૦. ૧૦.ભગ.૭, વિપા.૪, જમ્મૂ.૨, સૂર્ય.૨. ૧૧.કલ્પ.૧૨૭, કલ્પવિ.પૃ.૧૯૧. ૧૨.સમ.૯૨, આનિ.૬૫૯. ૧૩.આવવ્યૂ. ૧. પૃ.૩૮૩. ઇંદમહ (ઇન્દ્રમહ) લોકોના પ્રિયદેવ અર્થાત્ લોકદેવ ઇંદ(પ)ના માનમાં ઉજવાતો ઉત્સવ.૧ સમ, ૧૫૭. ૫. વિશેષા. ૨૦૨૮-૨૦૮૩. ૬. એજન. ૭. ઉત્તરા. અધ્યયન. ૨૩. ૮. ઉપા. ૧૬. ૧. રાજ.૨૮૪, શાતા.૨૧, ઉત્તરાનિ.પૃ.૩૪૩, નિશીયૂ.૨.પૃ.૨૩૯, ૪૪૩,૩. પૃ.૧૨૩, ૨૪૩, ૪.પૃ.૨૨૬, બૃક્ષે.૧૩૭૧, આનિ.૧૩૩૨, ઉત્તરાયૂ. પૃ.૧૧૪, નિશીભા. ૬૦૬૫. ઇંદમુદ્ધાભિસિત્ત (ઇન્દ્રમૂર્ધાભિષિક્ત) પખવાડિયાનો સાતમો દિવસ(સાતમ).૧ ૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય.૪૮. ઇંદવાગરણ (ઇન્દ્રવ્યાકરણ) પોતાની શાળાના શિક્ષકને સક્કે(૩) પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપતી વખતે મહાવીરે અનુસરેલી વ્યાકરણની શાખા.૧ ૧. આવભા.૭૭, આવચૂ.૧.પૃ.૨૪૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy