SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૦૧ આયાર (આચાર) બાર અંગ(૩) આગમગ્રંથોમાંનો પ્રથમ તેના બે શ્રુતસ્કન્ધ છે. પ્રથમમાં વર્તમાનમાં આઠ અધ્યયનો છે (પહેલાં નવ અધ્યયનો હતા) અને બીજામાં સોળ અધ્યયનો છે. પ્રથમ શ્રુતસ્કન્ધનાં નવ અધ્યયનોનાં નામ આ પ્રમાણે છે – (૧) સત્યપરિણા, (ર) લોગવિજય, (૩) સીઓસણિજ્જ, (૪) સમ્મત્ત, (પ) લોગસાર, (૬) ધુઆ, (૭) મહાપરિણા, (૮) વિમોખ અને (૯) ઉવહાણસુય. આ નવમાંનું સાતમું અધ્યયન મહાપરિણા નાશ પામ્યું છે. આ નવમાંનું દરેક અધ્યયન બંભચેર તરીકે પ્રસિદ્ધ છે. બીજા શ્રુતસ્કન્ધમાં પાંચ ચૂલાઓ છે જે આયારગ્સ તરીકે જાણીતી છે. તેમનાં નામ આ પ્રમાણે છે – (૧) જાવોન્ગહપડિમા, (૨) સરિક્રમા, (૩) ભાવણા, (૪) વિમુક્તિ અને (૫) આયારપકપ્પ. પાંચમી ચૂલા આયારપકપ્પ ણિસીહ નામે પણ જાણીતી છે. પહેલી ચૂલામાં સાત અધ્યયનો છે. બીજીમાં પણ સાત અધ્યયનો છે. ત્રીજી અને ચોથી ચૂલામાં એક એક અધ્યયન જ છે. પાંચમી ચૂલા હિસીહને આયારથી અલગ કરવામાં આવી છે અને તે સ્વતંત્ર ગ્રન્થનો દરજ્જો પામી છે. આમ બીજા શ્રુતસ્કન્ધમાં વર્તમાનમાં સોળ અધ્યયનો છે. નીચે જણાવેલાં કારણોના આધારે બીજા શ્રુતસ્કન્ધને પાછળથી પ્રથમ શ્રુતસ્કન્ધ સાથે જોડી દેવામાં આવેલો ગણવામાં આવે છે– (૧) આયારણિજ્જુત્તિ(ગાથા ૨૮૭)માં સૂચવવામાં આવ્યું છે તે મુજબ, આયાર અર્થાત્ પાંચ ચૂલાઓ જેઓ શ્રુતકેવલી હતા તે વિરોની રચના છે. તેમણે તે પાંચ ચૂલાઓને પ્રથમ શ્રુતસ્કંધમાંથી તારવી તેમનો યથોચિત વિસ્તાર કર્યો છે. (૨) પાંચ ચૂલાઓના સ્રોતો આધારણિજુત્તિ (ગાથા ૨૮૮-૨૯૧)માં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યા છે. (૩) ટીકાકાર શીલાંકરિએ દર્શાવ્યું છે કે ત્રણ મંગલો – આદિમ, મધ્યમ અને અન્તિમ - પ્રથમ શ્રુતસ્કન્દમાંથી જ લેવામાં આવ્યાં છે (બીજો શ્રુતસ્કન્ધ તેનો ભાગ હોવા છતાં).૧૨ (૪) શૈલી અને વિષયનિરૂપણપદ્ધતિની દષ્ટિએ બન્ને શ્રુતસ્કન્ધો એકબીજાથી સ્પષ્ટપણે તદ્દન ભિન્ન છે.૧૩ આયારનાં અન્ય નામો નીચે મુજબ છે – આઈણ(૨), આગર, આગાલ, આચાલ, આજાઇ, આમોખ, આયરિસ, આયારકપ્પ(૧), આયારસુયજઝયણ અને આસાસ.*વિહુ(૭)ના મૃત્યુ પછી આયાર નષ્ટ થઈ જશે."" ૧. નદિ, ૪૫, સમ. ૧૩૬. ૬. આચાર્. પૃ.૩૨૦ (ગાથા ૧૬). ૨. આચાનિ. ૩૨. ૭. આચાનિ. ૩૪૭. ૩. આચાનિ. ૩૧-૩૨. ૮. સમ. ૨૫, ૮૫, ૧૩૬. ૪. સમ. ૯. ૯. આચાનિ. ૩૪૭. ૫. આચાનિ. ૩૨, નિશીયૂ.૧,પૃ.૨. | ૧૦.જુઓ હિકે. પૃ. ૧૧૩-૧૧૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy