SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૯૩ ૧.આણંદ(આનન્દ) ભરહ(૨) ક્ષેત્રમાં વર્તમાન ઓસપ્પિણીમાં થયેલા નવ બલદેવ(૨)માંના છઠ્ઠા. ચક્કપુરના રાજા મહસિવ અને તેમની રાણી વેજયંતી(૧)નો પુત્ર. તે વાસુદેવ(૧) પુરિસપુંડરીઅના ભાઈ હતા. તે પોતાના પૂર્વભવમાં વરાહ(૩) હતા. તે ૨૯ ધનુષ ઊંચા હતા. તે ૮૫ હજાર વર્ષ જીવ્યા અને મોક્ષ પામ્યા.' તિલોયપણત્તિ અનુસાર છઠ્ઠા બલદેવનું નામ નન્દી છે. ૧. સમ.૧૫૮, તીર્થો. ૫૭૭, ૬૦૨-૧૬,૧૧૪૪, આવનિ. ૪૦૩, ૪૧૪, વિશેષા. ૧૭૬૬, આવમ. પૃ.૨૩૭-૨૪૦, આવભા.૪૧, સ્થા. ૬૭૨. ૨. ૪.૫૧૭. ૨. આણંદ ભરહ(૨) ક્ષેત્રના ભાવી ઉસ્સપ્પિણીમાં થનાર છઠ્ઠા બલદેવ(૨).૧ ૧. સમ.૧૫૯, તીર્થો. ૧૧૪૪. ૩. આણંદ જેના ઘરે તિત્થર મહાવીરે બીજા મા ખમણના પારણા કર્યા હતા તે રાયગિહનો ગૃહસ્થ. ૧. ભગ.૫૪૧, આવનિ.૪૭૪, ૪૯૭, આવચૂ.૧પૃ.૨૮૨, ૩૦૦, આવમ.પૃ.૨૭૬. ૪. આણંદ ઉવાસગાસાનું પહેલું અધ્યયન.' ૧. ઉપા.૨, સ્થા.૭૫૫, ઉપાઅ. પૃ.૧. ૫. આણંદ કષ્પવયંસિયાનું નવમું અધ્યયન." ૧. નિર.૨.૧. ૬. આણંદ સેણિઅ(૧) રાજાનો પૌત્ર. ૧. નિર.૨.૯. ૭. આણંદ વર્તમાન ઓસપ્પિણીના દસમા તિર્થંકર સીઅલના પ્રથમ ગણધર.' તે સંદ(૧૫) નામે પણ જાણીતા હતા. ૧. સ.૧૫૭. ૨. તીર્થો. ૪૪૮. ૮. આણંદ તિત્થર મહાવીરનો શિષ્ય જેણે મહાવીરને ગોસાલની અસામાન્ય શક્તિ વિશે જણાવ્યું હતું. ગોસાલે પોતે પોતાની અસામાન્ય શક્તિનો આણંદને ખ્યાલ આપવા માટે જંગલમાં રહેતા એક અત્યંત ઝેરી સાપનું દૃષ્ટાન્ન આપ્યું હતું, જે સાપે કેટલાક લોભી વેપારીઓને બાળીને ભસ્મ કરી નાખ્યા હતા.' ૧. ભગ.૫૪૭-૫૪૮, સ્થાઅ.પૃ.૫૨૨, કલ્પવિ.પૃ.૩૭. ૯. આણંદ ધરણ(૧)ના પાંચ સેનાપતિઓમાંનો એક. તે રથદળનો નાયક હતો.' ૧. સ્થા. ૪૦૪. ૧૦. આણંદ અણુત્તરોવવાઇયદાનું સાતમું અધ્યયન.'તે હાલ નષ્ટ થઈ ગયું છે. ૧. સ્થા. ૭૫૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy