________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૯૧ તેમને પોતાનું પવિત્ર ધાર્મિક મૂળ સાહિત્ય આજીવિયસુત્ત હતું. દિફિવાયના એક વિભાગ પરિકમ્મમાં તેમનું શ્રુતાપ્યુતશ્રેણિકાપરિકમ સમાવિષ્ટ છે. નિયતિવાદી આ પંથના મુખ્ય સિદ્ધાન્તો નીચે મુજબ છે– એ પ્રસ્થાપિત સત્ય છે કે જીવો અસ્તિત્વ ધરાવે છે અર્થાત્ વૈયક્તિક આત્માઓનું સ્વતંત્ર અસ્તિત્વ છે, તેઓ સુખ-દુ:ખ અનુભવે છે અને મૃત્યુથી તેમની વર્તમાન જીવનરૂપ દશાનો અંત આવે છે. પરંતુ સુખો અને દુઃખોને ન તો જીવોએ પોતે પેદા કર્યા છે કે ન તો અન્યોએ પેદા કર્યા છે. એ તો નિયતિના કારણે તેમને ભોગવવા પડે છે. સુખ-દુઃખ પૂર્વનિયત છે. જીવોનાં પોતાનાં કર્મો તેમનું કારણ નથી. શુદ્ધ આત્મા અશુભ કર્મોથી મુક્ત થાય છે પરંતુ તે દશામાં તે વળી પાછો સુખરાગ અને દુઃખષથી મલિન બને છે. સ્વચ્છ પાણી, જે મલથી મુક્ત છે તે, જયારે હલાવવામાં આવે છે ત્યારે ફરી પાછું મલિન બની જાય છે, તેવી જ રીતે શુદ્ધ આત્મા પુન: મલિન બની જાય છે. સ્વતંત્ર ઇચ્છાશક્તિ જેવું કંઈ છે જ નહિ, બધું જ પૂર્વનિયત. ગોસાલનો મુખ્ય ઉપદેશ આ હતોઃ “સ્થિ ડટ્ટા વાગ્યે રૂ વા વત્તે ફુવા વાર્િ વા પુરસ્કાર પક્ષને રૂ વા નિયથા સત્ર માવા "નિયતક્રમે નિયતકાળે જીવો મુક્ત થવાના જ. અર્થાત અનન્ત સંયૂથ, સાત દેવસંયુથ, સાત સંજ્ઞિગર્ભ અને સાત પ્રવૃત્તપરિહારમાં થઈને પરિભ્રમણ કર્યા પછી જીવ ચાર્યાશી લાખ મહાકલ્પના અંતે મુક્તિ પામે જ છે. ત્રણ માનસ, ત્રણ માનુષોત્તર અને એક બ્રહ્મલોક એમ સાત દિવ્યસંયૂથ છે. આ લાંબી કાલાવધિમાં પદ૦૬૦૩ કર્મો નાશ પામી જાય છે. ૧૧ ગોસાલે આઠ ચરમોનો અને ચાર પાનક તથા ચાર અપાનકનો ઉપદેશ આપ્યો. આઠ ચરમો આ છે – ૬ વરવું– વરિHTTI, વરિય, વરિHUટ્ટ, રિમચંગનWH, चरिमपोक्खलसंवट्टअ महामेह, चरिमसेयण्ण गंधहत्थि, चरिममहाशिलाकंटअसंगाम ।१२
અયંપુલ(૨)ની કથા દર્શાવે છે કે આજીવિય શ્રમણો બીજાના મનના વિચારો જાણી શકતા હતા. આ સંપ્રદાયના આચાર અંગે કહેવામાં આવ્યું છે કે આજીવિય શ્રમણો પોતાની પાસે કેટલીક ચીજો રાખતા હતા અને તેઓ નગ્ન રહેતા, "તેઓ સ્નાન ન કરતા, તેમના માટે બનાવાયેલી ભિક્ષા લેતા, તેમને સ્વાદ ઉપર સંયમ ન હતો, તેઓ સજીવથી દૂષિત ભિક્ષા યા આહાર લેતા. તેઓ કષાયો, મન, વચન અને કાયા ઉપર સંયમ રાખતા નહિ. જેમ જૈનો સાવધાની-જાગરૂકતા તેમ જ ધ્યાનની સાધના કરતા તેમ તેઓ સાવધાની-જાગરૂકતા તેમ જ ધ્યાનની સાધના કરતા નહિ. ૧૭ તેઓ દરેક ઘરેથી અને કેટલીકવાર એકને છોડી પછીના ઘરેથી કે બે ઘર છોડી ત્રીજા ઘરેથી કે છ ઘરો છોડી સાતમા ઘરેથી ભિક્ષા લેતા. તેઓ કમલનાળો સ્વીકારતા. વીજળી થતી હોય ત્યારે તેઓ ભિક્ષાટન કરતા નહિ. માટીની મૂંડીમાં બેસીને તેઓ તપ કરતા. તેઓ મોટે ભાગે મરીને અય દેવલોકમાં પુનર્જન્મ પામતા.૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org