SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અરુણવરાવભાસવર જુઓ અરુણવરાવભાસ(૨). ૧. જીવા.૧૮૫. અરુણવરોદ અરુણવર(૧) દીપને ચારે તરફથી ઘેરીને આવેલો સમુદ્ર. અરુણવર(૩) અને અરુણમહાવર તેના અધિષ્ઠાતા દેવો છે. આ સમુદ્રની ચારે બાજુ અરુણવરાવભાસ(૧) દીપ આવેલો છે. અરુણવરોદ અરુણવર(૨) નામે પણ જાણીતો છે. ૧. જીવા.૧૮૫, સૂર્ય.૧૦૧. ૨. જીવા.૧૬૬. અરુણવરોભાસ (અરુણવરાવભાસ) આ અને અરુણહરાવભાસ એક જ છે. ૧. સૂર્ય.૧૦૧. અરુણવિમાણ (અરુણવિમાન) સોહમ્મ(૧) કલ્પ(દેવલોક)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. ૧. ઉપા.૧૭. અરુણસિક્ર (અરુણશિષ્ટ) સોહમ્મ(૧) કલ્પમાં(દેવલોકમાં) આવેલું સ્વર્ગીય વાસસ્થાન.' ૧. ઉપા.૩૪. ૧. અરુણાભ સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય આઠ સાગરોપમ વર્ષ છે. આ સ્થાન બરાબર અચ્ચિ સમાન છે.' ૧. સમ.૮. ૨. અરુણાભ સોહમ્મ(૧) કલ્પમાં(દેવલોકમાં) આવેલું વાસસ્થાન. ૧. ઉપા.૨૬, ભગ.૩૦૪,૪૩૫. અરુણુત્તરવહિંસગ(અરુણોત્તરાવતંસક) અરુણાભ(૧) જેવું સ્વર્ગીય વાસસ્થાન. આ સ્થાન બરાબર અગ્ઝિ સમાન છે.' ૧. સમ.૮. ૧. અરુણોદ નંદિસ્સર(૩)સમુદ્રની ચારે બાજુ આવેલો વલયાકાર દ્વીપ. આ દ્વીપ પોતે ચારે બાજુથી અરુણોદ(૨) સમુદ્રથી ઘેરાયેલો છે. આ દ્વીપ અને અરુણ(૪) એક જ છે. ૧. સૂર્ય.૧૦૧. ૨. અરુણોદ અરુણ(૪)ની બધી બાજુ ઘેરી વળેલો સમુદ્ર. આ સમુદ્ર પોતે બધી બાજુથી અરુણવર(૧) દ્વીપથી ઘેરાયેલો છે. સુભદ્ર(૫) અને સુમણભદ(૪) દેવો તેના અધિષ્ઠાતા દેવો છે. ૧. જીવા. ૧૮૫, સૂર્ય.૧૦૧. અરુણોદ (અરુણોદક) આ અને અરુણોદ(૨) એક જ છે.' ૧. જીવા. ૧૮૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy