SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ આવાŠગુણ ૪૮ જીવરક્ષા માટે નિત્ય છ ક્રિયા કરવાની હોય છે. તેને ષડાવશ્યક કહે છે. કષાયાદિને વશીભૂત ન થાય તેવું આચરણ, યોગ્ય જીવનચર્યાને અનુસરીને કરવા જેવી ક્રિયાઓમાં જે પ્રશસ્ત ક્રિયા છે તે આવશ્યક ક્રિયા છ પ્રકારની છે. ૧. સામાયિક, ૨. ચતુર્વિંશતિ, (ચોવીસ તીર્થંકર- સ્તુતિ) ૩. વંદન (ગુરુ), ૪. પ્રતિક્રમણ, ૫. કાઉસગ્ગ, ૬. પચ્ચક્ખાણ. આ છ ક્રિયાઓ પ્રતિક્રમણની ક્રિયામાં સાથે હોય છે અને તે જ ક્રિયાઓ અલગ અલગ પણ કરવાની છે. આવાžગુણ : આવરણ થવા લાયક જ્ઞાનદર્શનાદિ ગુણો. આવિર્ભાવ ઃ પ્રગટ થવું, સત્તામાં રહેલી પર્યાયનું પ્રગટ થવું. આવિર્ભૂત સત્તામાં રહેલો પ્રગટ થયેલો પર્યાય. આવિષ્કાર: કોઈ વસ્તુનો ભેટ સહિત સ્વીકાર કરવો કે પ્રગટ કરવું. આવૃત્ત : ઢાંકે, ગુણ ગુપ્ત ક૨ના૨ કર્મ. આવૃત્તકરણ : એક પ્રકૃતિને અન્યપ્રકૃતિરૂપ કરી નાશ કરવી. આવૃષ્ટ : ભરતખંડનો એક દેશ. આશ્લેષા : એક નક્ષત્ર. આસન : સાધનાને યોગ્ય એક બેઠકની સિદ્ધિ. આસન અનેક પ્રકારનાં છે. Jain Education International આસનભવ્ય જૈન સૈદ્ધાંતિક ભવ્ય જીવનો એક પ્રકા૨, જેની ભવ્યતા પરિપક્વ થઈ છે. સમીપમુક્તિગામી જીવ. આસંશા : અભિલાષા. આસાતના : અપભ્રાજના, અવહેલના, તિરસ્કાર. અણછાજતું વર્તન, દેવ, ગુરુ, શાસ્ત્ર પ્રત્યે અનાદર થવો. આસાદન : શાસ્ત્રવિહિત કોઈ પદાર્થનું સ્વરૂપ અન્યથા કે વિપરીત કહેવું. બીજું ગુણ-સ્થાનક આસ્વાદન. આસુરી : હલકી, કોપયુક્ત મનોવૃત્તિ. આસ્તિક્ય : સમ્યક્ત્વનો એક ગુણ છે. સર્વજ્ઞ દેવપ્રણીત તત્ત્વોની રુચિ તે. સ્વાનુભૂતિ ૫૨મ આસ્તિક્ય છે. આસ્તિ-નાસ્તિભંગ : સપ્તભંગીનો એક પ્રકાર. આસવ : કર્મને આવવાનું કે કર્મબંધનું કારણ. જીવ દ્વારા મન, વચન, કાયાની શુભાશુભ પ્રવૃત્તિને કારણે કાર્યણવર્ગણાનું આકર્ષિત થઈ આત્મ પ્રદેશોમાં ગ્રહણ થવું. તેમાં કષાય ભળવાથી આગામી બંધ થાય છે. નદીઓ દ્વારા સમુદ્ર જેમ ભરેલો રહે છે. તેમ પુણ્ય-પાપ રૂપ કર્મો દ્વારા આસવ થાય છે. કર્મોનું આવવું દ્રવ્યઆસવ અને પરિણામ ભાવાસવ. આસવના શુભઅશુભ બે ભેદ છે. કષાય સહિત સામ્પરાયિકના (સાંસારિક) ભાવ સંસારી સર્વ જીવોને છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy