SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ અંતઃકોડાકોડી કોડાકોડી અંતઃકોડાકોડી : એક સાગરોપમનો સંખ્યાતમો ભાગ કરીને જે એક ભાગ રહે તે. અંતકૃત : આઠ કર્મોનો અંત વિનાશ ક૨ના૨; ત્યાર પછી તે સિદ્ધ થાય. અંતકૃત કેવળી. દ્રવ્ય-શ્રુતજ્ઞાનનું આઠમું અંગ. અંતડી : ઔદારિક શરીરના આંતરડાનું પ્રમાણ. અંત૨: કોઈ કાર્ય નિષ્પન્ન થયા પછી તે કાર્યની પુનઃસંભાવનામાં જે સમય જાય તેને અંત૨-વિરહકાળ કહે. ધૃવ્યાંતર, ક્ષેત્રાંતર, સ્થાનાંતર, કાળાંતર, ભવાંત૨, પર્યાયાંતર વગેરેના જે જે પ્રકારમાં ભેદ પડે તે અંતર છે. એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં જવું. વગેરે. અંતરકરણ : આગામી કાળમાં ઉદયમાં અંતકૃતદશાંગ ઃ આવવા યોગ્ય કર્મના ૫રમાણુઓને આગળ કે પાછળ ઉદયમાં આવવા યોગ્ય કરવા. નિષેકોને અધ્યવસાયની શુદ્ધિદ્વારા અટકાવવા તેવું અંતર તે અંતકરણ ઉપશમ. આવી સ્થિતિ અંતર્મુહૂર્તકાળ રહે છે. ત્યારે સમસ્ત મિથ્યાત્વ સ્થિતિના કર્મ નિષેકોથી ઉપયોગ શૂન્ય થાય છે એવું અંતર પડવું તે અંતકરણ છે. જેને કારણે મિથ્યાત્વગ્રંથિના Jain Education International ૩૮ જૈન સૈદ્ધાંતિક ત્રણ ભાગ થાય છે. અંતકાલ ઃ પ્રાપ્ત થયેલી વસ્તુ પુનઃ ક્યારે મળે તે વિરહકાળ અંતરદૃષ્ટિ : ભાવસૃષ્ટિ; આત્મઅભિમુખતા. અંતદ્વીપ : પાણીની વચ્ચે આવેલા બેટ. આત્માની અંદરની અંતરપટ : પડદો. અંતરંગ : આત્માની અંતરંગ અવસ્થા, અંતરંગ ભૂમિકા. અંતરાત્મા ઃ બાહ્ય વિષયોમાંથી સૃષ્ટિનું અંતર પ્રત્યે વળવું. જે બાહ્ય વિકલ્પોમાં વર્તતો નથી. દેહાદિકથી ભિન્ન, સ્વપ્ને પણ વિષયસુખને ઇચ્છતો નથી. આત્મસુખમાં જ લીન છે તે કષાય અને મદરહિત ધર્મધ્યાનનો ધ્યાતા અંતરાત્મા છે. જઘન્ય અંતરાત્મા અવિરત સમ્યગદૃષ્ટિ, મધ્યમ અંતરાત્મા અવિરતથી માંડી ક્ષીણકષાય બારમા ગુણસ્થાનની વચ્ચેની અવસ્થાઓ. : ઉત્કૃષ્ટ અંતરાત્મા ક્ષીણકષાય બારમા ગુણસ્થાનકે, સયોગી કેવળી તથા અયોગી કેવળી સિદ્ધ પરમાત્મા. For Private & Personal Use Only અંતરાયકર્મ : વિઘ્ન, બાધકતા, અંતરાયકર્મની પ્રકૃતિ (ઘાતી કર્મ) દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય આ પાંચ પ્રકાર છે. www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy