SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દકોશ પ્રધ્વંસાભાવ : આગામી પર્યાયમાં વર્તમાન પર્યાયનો અભાવ. પ્રપત્તિ : શરણભાવના, શરણાગતિ. પ્રપાત ઃ ખૂબ ઊંચેથી પડવું. (ઝંપાપાત) પ્રબંધ ઃ ગોઠવણ, વ્યવસ્થા. ચાર પ્રકારની વિકથાની પ્રવૃત્તિ. પ્રબુદ્ધ : બોધ પામેલું. જ્ઞાનની ઊંચી કક્ષા. પ્રબોધ : ઉત્તમ બોધ, ઉપદેશ, જાગૃતિ. શિખામણ. પ્રભવસ્થાન : ઉદ્ભવસ્થાન, ઉત્પત્તિ સ્થાન. પ્રભા : યોગની સાતમી દૃષ્ટિ. પ્રભાકરઃ સૂર્ય. પ્રભાવના ઃ શાસનની ઉન્નતિનું પ્રવર્તન, તપસ્વી, સંઘ આદિનું બહુમાન. પ્રભુતા સામર્થ્ય, શક્તિ, ઐશ્વર્ય, વૈભવ, ગૌરવ, અધિકાર. (પવિત્રતા) ૪૦૫ પ્રભુત્વ : સ્વામીત્વ, પ્રભુતા. પ્રકૃતિ : વગેરે, ઇત્યાદિ. પ્રમત્તદશા : પ્રમાદ, અન્ય વિકલ્પ સહિત દશા. પ્રમત્તવિરત : છઠ્ઠું ગુણસ્થાનક જ્યાં (આત્મભાન) કંઈ પણ વિકલ્પ કે પ્રમાદ છે. પ્રમત્ત સંયત ગુણસ્થાન) પ્રમાણ ઃ યથાર્થ જ્ઞાનનું સાધન. માન્ય રાખવું. અનેક ધર્મ-લક્ષણ દ્વારા વસ્તુઓનો વિસ્તારથી કરવામાં Jain Education International પ્રમોદ આવતો નિર્ણય, જે આગમ પ્રમાણ છે. નિયમનું પ્રમાણદોષ : આહારના ઉલ્લંઘન કરવાનો દોષ. પ્રમાણગત : તર્કશુદ્ધ, પુરાવાઓથી પૂર્ણ. પ્રમાણગ્રંથ : પ્રમાણિત ગ્રંથ. પ્રમાણાંગુલ : એક જાતનું માપ, આઠ વખત જ્યના મધ્યભાગની જાડાઈ જેટલી લાંબી તેનાથી થાય તે ઉત્સેધાંગુલ, તેનાથી ૪૦૦ ગણું લાંબુ અઢીંગણું પહોળું તે એક પ્રમાણાંગુલ. પ્રમાતા : (આત્મા) મા-ની મા, નાનીમા. પ્રમાતા : વિશેષપણે પ્રમાણથી પ્રમેયનું જ્ઞાન મેળવનાર, જીવાત્મા. પ્રમાતામહ : માતાના દાદા. પ્રમાત્વ ઃ યથાર્થજ્ઞાન. પ્રમાદ : આળસ, અસાવધાની, બેદરકારી, બેધ્યાન, દોષ, સવિશેષ અસત્ પ્રવૃત્તિમાં પ્રવર્તન. ધર્મમાં પ્રમાદ કે અનાદર. પ્રમાર્જન : સાફસૂફી કરવી, વસ્ત્ર, પાત્ર જોઈને લેવા. પ્રમેય : પ્રમાણ દ્વારા સિદ્ધ કરવા જેવું. સિદ્ધ કરવા યોગ્ય વસ્તુ. પ્રમોદ : આનંદ, હર્ષ, પ્રસન્નતા, સુખ, અન્યના ગુણ જોઈ થતો પ્રશંસાભાવ. ચાર ભાવના માંહેની એક ભાવના. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy