SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દકોશ પ્રમાણે આકૃતિઓ ચીતરી પૃથ્વીના પરિભ્રમણને હિસાબે નક્ષત્રો ફરતાં દેખાડવાની રચના કરી હોય તે. નક્ષત્રવર્ષઃ સૂર્ય એક નક્ષત્રમાં હોય ત્યાંથી લગભગ ૩૬૫ દિવસે તેના તે નક્ષત્રમાં આવી રહે તે સમયનો ગાળો. (નિચ્યન વર્ષ) નગઃ પર્વત. વૃક્ષ, ઝાડ. નતાંગ : જેનાં અંગ નીચાં નમી પડ્યાં છે તે. નદ: મોટી નદી. નપુંસક ઃ એક વેદ જે સ્ત્રી પુરુષ બંનેના લક્ષણ ધરાવે. નભમંડળ : આકાશનું સમગ્ર માંડલું, નભમંડળ. નભોમાસ : નમસ્કારમંત્ર : : શ્રાવણ માસ. પંચપરમેષ્ઠિ મંત્ર (નવકારમંત્ર). મિનાથ : આ અવસર્પિણીના બાવીસમાં તીર્થંકર. નમોકારમંત્ર : નવકારમંત્ર. નમોત્પુર્ણ : જૈ.સ. તીર્થંકરના ગુણોની સ્તુતિ. શક્રસ્તવ કહેવાય. નયનાભિરામ : આંખને પસંદ પડે તેવું. નરક : અધોગતિ, જીવ ઘણા પાપો કરી આ ગતિ પામે છે. નરકદ્વા૨ : ક્રોધાદિ કષાયો નરક તરફ લઈ જનારા દોષો છે. (દ્વાર) નરકાનુપૂર્વી નરકમાં લઈ જનારી નામકર્મની પ્રકૃતિ. Jain Education International ૩૮૫ નષ્ટભાર નરતન : પુરુષદેહ. નરપુંગવ ઃ શૂરવીર પુરુષ, ઉત્તમ પુરુષ. નરરત્ન ઃ રત્ન જેવો ઉત્તમ પુરુષ. નરલોક: મનુષ્યલોક. પૃથ્વીલોક. નરવું ઃ તંદુરસ્ત. નરવ્યાઘ્ર : વાઘ જેવો આકરો, મરદ. નરાધમ ઃ અધમ પુરુષ. નર્મ: આનંદ, વિનોદ ટીંખળ. નર્મદ : હળવો આનંદ આપનારું. નલિન : કમળ, ફૂલ. નલિની : કમળોના છોડવાથી ભરેલી તળાવડી. નવકારશી ઃ સૂર્યોદય પછી બે ઘડીએ ત્રણ નવકાર ગણીને આહાર લેવાય. નવજાત : તરતનું જન્મેલું બાળક. નવધાભક્તિ : શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસત્વ, સખ્ય, આત્મ નિવેદન નવ પ્રકારે ભક્તિ. નવવાડ : પૂર્ણ બાહ્યચર્યના પાલન માટેના નવ પ્રકાર. નવોદક ઃ વરસાદનું નવું પાણી, ખોદીને કાઢેલું નવું પાણી. નવોદિત : નવી રચનાનો પ્રારંભ કર્યો છે તેવું. નશ્વર : નાશવંત, નશ્વર વિનાશી. નષ્ટપ્રાય ઃ લગભગ નાશ પામેલું. નષ્ટભા૨ સર્વ રીતે રખડી પડેલું. તારાજ થયેલું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy